ગુજરાતના નાકડા ગામમાંથી આવેલી ખેડૂતની દીકરી પૂજા પટેલ આંતરરાષ્ટ્રીય સ્તરે 4 વખત બની ચુકી છે વર્લ્ડ મિસ યોગીની

મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામની પુજા પટેલે નવ વર્ષના બાળપણમાં જ પોતાના જીવનને યોગામાં સમર્પિત કરી દીધું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલી આ પુજા પટેલ ટૂંકા…

મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામની પુજા પટેલે નવ વર્ષના બાળપણમાં જ પોતાના જીવનને યોગામાં સમર્પિત કરી દીધું હતું. ખેડૂત પરિવારમાં જન્મેલી આ પુજા પટેલ ટૂંકા સમયમાં યોગનું અને જીવનમાં સિંચન કર્યું કે, આજે તેમણે મિસ વર્લ્ડ યોગીની બનીને ફક્ત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. પૂજા ના પિતા ઘનશ્યામભાઇ પટેલ પોતાના ઘરે ટીવીમાં યોગ વિશેના વિવિધ કાર્યક્રમો જોઈ રહ્યા હતા. તેમણે યોગ વિશે ઘણી જાણકારી મેળવી હતી અને ઘરના તમામ સભ્યોએ યોગ કરવાની શરૂઆત કરી હતી.

સમગ્ર દેશનું અને મહેસાણા અને ગુજરાતનું ગૌરવ વધારનાર પૂજા પટેલે 2014માં ૧૯ થી ૨૧ સપ્ટેમ્બર દરમિયાન ચીનના શાંઘાઈમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમણે 300 યોગ સ્પર્ધકો વચ્ચે કૌશલ્ય થકી તેમને સમગ્ર વિશ્વમાં ભારત દેશ નો ડંકો વગાડ્યો હતો. પુજા પટેલે સતત ત્રણ વાર યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવી ને સુવર્ણ મેડલ અને કાસ્ય ચંદ્રક સાથે મિસ વર્લ્ડ યોગીની નું સન્માન પ્રાપ્ત કર્યું હતું. ફક્ત ગુજરાતનું જ નહીં પરંતુ સમગ્ર ભારતનું ગૌરવ કહી શકાય.

યોગ સ્પર્ધામાં સતત ત્રણ વખત આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યા બાદ પુજા પટેલ ભારતની સંસ્કૃતિને આગળ વધારવા અને દેશના ગૌરવ ને વધારવા માટે પુજા પટેલ હવે યોગમાં આઠ મિનિટમાં ૧૨૦ યોગાસનો કરી વિશ્વમાં એક અદ્ભુત રેકોર્ડ રચશે અને ત્યારે સરકારનો સહયોગ અને પૂજાની મહેનત વિશ્વભરમાં ભારતની નામના વધારશે તે વાત નક્કી છે.

પુજા પટેલ યોગને પોતાનું મહત્વ સમજે છે. આજે પણ તે યોગને પોતાનું જીવન માની રહી છે. પૂજા અને તેમના પિતા ગાયબ થઇ રહેલી યોગાની પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખવા સરકાર સાથે કદમથી કદમ મિલાવીને યોગા ક્લાસીસ ચલાવી રહ્યા છે. આ યોગા ક્લાસીસ માં સાત વર્ષના નાના ભૂલકા થી લઈને મોટા લોકો યોગની તાલીમ મેળવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *