ખેડૂતોએ પાકને તીડ થી બચાવવા અને તીડને નિયંત્રણમાં રાખવા આ પગલા અનુસરવા જોઈએ

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા અને હવે તીડનો આતંક ખેડૂતોના ઉભા પાકને સાફ કરી રહ્યો છે.ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે.તીડ પણ એક…

ગુજરાતમાં કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા અને હવે તીડનો આતંક ખેડૂતોના ઉભા પાકને સાફ કરી રહ્યો છે.ગુજરાતમાં તીડનું આક્રમણ વધી રહ્યું છે.તીડ પણ એક બાજુથીબીજી બાજુ જતા રહેતા હોઇ ખેડૂતો થાકી ગયા પણ તીડ થાકતા નથી અને જે ખેતરમાં પડે તેનો નાશ કરી રહ્યા છે.તેવામાં જાણો કે, તીડ થી બચવા અને તીડને નિયંત્રણમાં લાવવા માટે શું કરવું જોઈએ.

1. તીડનું ટોળું આવતું હોવાના સમાચાર મળે કે તરત જ ગ્રામજનોને સાવધાન કરવા તે ઉપરાંત ખેતરમાં ઢોલ પતરા ના ડબ્બા કે થાળી વગાડી મોટા અવાજ કરવા.

2. તીડનું ટોળું રાત્રિ રોકાણ કરે તો કેરોસીન ના કાકડા અથવા ફ્લેમથોર વડે સળગાવીને નાશ કરવો.

3. જે વિસ્તારમાં તીડના ઇંડા મૂક્યા હોય તે વિસ્તારની જમીન પર એક એકર જમીન દીઠ 25 કિલોગ્રામ જેટલી ફ્લેમથોર 5% અને કિવનફલોસ 1.5% ભૂકી ના બે ફૂટ પહોળા પટ્ટા કરવા.

4. ટીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકૂચ કરતા હોય ત્યારે અનુકૂળ જગ્યાએ લાંબી ખાઈઓ ખોદીને ટીડના બચ્ચા ના ટોળા દાટી દેવા.

5. ટીડના ના બચ્ચા ને આગળ વધતા અટકાવવા ઝેરી (ડાંગરની કુશકી 100કિલોગ્રામની સાથે ગોળની રસી 500 કિલોગ્રામ) બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવી.

6. જ્યાં ખેતીના પાક ઉપર અથવા ઘાસ ઉપર તીડના ટોળા બેસે ત્યાં ફ્લેમથોર 5% અને કિવનફલોસ 1.5% ભૂકીનો છંટકાવ કરવો.

7. ટીડના ટોળાનો નિયંત્રણ કરવા સવારના સમયે ફેનિટોર્થીઓન 50% અથવા મેલીથીઓન 50% 800 થી 1000 લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો.

8. જમીન પર રાતવાસો કરવા માટે ઉતરેલું ટીડનું ટોળું પણ સામાન્ય રીતે સવારના 10થી11 વાગ્યા પછી પ્રયાણ કરતાં હોય છે ત્યારે મેલીથીઓન 5% અને કિવનફલોસ 1.5% ભૂકીનો છંટકાવ કરવો.

9. લીમડાની લીંબોળી નો ભૂકો 500 ગ્રામ અથવા લીમડાનું તેલ 40 ml + કપડા ધોવાનો પાવડર 10 ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કીટનાશક દવા 40 મિલીના આ મિશ્રણને 10 લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણને છાંટવાથી આવો છોડ તીડ ખાતા નથી.

10. તીડે ઈંડા મૂક્યા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ને ઇંડાનો નાશ કરવો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *