ફાસ્ટફૂડને કારણે 2050 સુધીમાં આવા ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

Trishul News

વાયુમંડળમાં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં વધારો થવાથી ખાદ્ય પદાર્થોમાં હાજર પૌષ્ટિકતાની કમી થવા લાગી છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે અમેરિકાની હાર્વર્ડ ટીએચ ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ શોધકર્તાઓએ જાણ્યું કે માનવ ગતિવિધિઓનું કારણ 2050માં કાર્બન ડાયોક્સાઈડના સ્તરમાં થતાં વધારાથી દુનિયાના 17.5 કરોડ લોકોમાં ઝિંક અને 12.5 કરોડ લોકોમાં પ્રોટીનની કમી થઇ શકે છે. જેની સૌથી વધારે અસર મહિલાઓ અને બાળકોપર પડશે.

Trishul News

બાળકો અને મહિલાઓમાં ઝિંકમાં ઉણપ:

નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં પ્રકાશિત શોધ નિબંધમા કહેવાયુ છે કે એક અરબ કરતાં વધારે બાળકો અને મહિલાઓના શરીરમાં આયરનની કમી જોવા મળી છે. જેનાથી એનિમિયા અને જેવી બીજી બીમારીઓ થઇ શકે છે.

2050માં લોકોમાં હશે પ્રોટીન અને આયરનની ઉણપ

આપણાં વાતાવરણમાં સતત ફેરફાર થઇ રહ્યો છે અને એની સીધી અસર માનવશરીર પર જોવા મળે છે. આગામી દિવસોમાં એની અસરથી ખાદ્યપદાર્થોમાં પોષક તત્વોની કમી થઇ શકે છે. શોધ કહે છે કે 2050માં 50.2 કરોડથી વધારે બાળકો અને સ્ત્રીઓમાં પ્રોટીન અને આયરનની ઉણપ થઇ શકે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દક્ષિણ એશિયા, દક્ષિણપૂર્વ એશિયા, આફ્રિકા અને પશ્ચિમ એશિયાના અન્ય દેશોમાં પણ આની અસર દેખાઈ શકે છે.

પૌષ્ટિકતા વિનાનો ખોરાક લે છે.

એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ભવિષ્યમાં કાર્બન ડાયોક્સાઈડનું સ્તર પીપીએમસુધી પહોંચી જશે. આનાથી દુનિયાની 1.9 ટકા વસ્તીને ઝિંક અને 1.3 ટકાને પ્રોટીનની ઉણપ સામે લડવું પડશે. એટલું જ આવનારી પેઢીઓએ પણ તેના પરિણામો ભોગવવા પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Trishul News