ગુજરાત: દર્શન કરી પરત ફરી રહેલ કારનો ટ્રક સાથે અકસ્માત સર્જાતા આટલા લોકોનું ઊડી ગયું પ્રાણપંખીડું 

રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એક વખત અકસ્માતની આવી જ…

રાજ્યમાંથી અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં ફરી એક વખત અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. મધ્યપ્રદેશમાં આવેલ લોહારીથી કક્ષી બાજુ જઈ રહેલ ટાણા ફાટેના વળાંક નજીક બપોરે 3.45 વાગ્યે કાર તથા ડમ્પરની વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કુલ 2 લોકોના મોત થયા છે. જ્યારે કુલ 3 લોકોને ઈજા પહોંચી છે. કાર નંબર GJ-06-HD-7960 તથા ડમ્પર નંબર MP-69-H-0129ની સામે ટક્કર થતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. કારમાં ટક્કર થતા અંદર બેઠેલા કુલ 5 લોકોમાંથી કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતા.

જ્યારે કુલ 3 લોકો જેઓ ઈજાગ્રસ્ત થયેલ છે એની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે, કારમાં બેઠેલ કુલ 5 વ્યક્તિ ઉજ્જૈન દર્શન કરીને વડોદરા પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર આપ્યા પછી મધ્યપ્રદેશમાં આવેલ બડવાની જિલ્લાની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતની આ ઘટનામાં હર્ષિત તથા કૌશિક નામના વ્યક્તિના મોત થયા છે. જ્યારે ગુડ્ડુ, મિતૂષ અને ભાવેશને ઈજા પહોંચી છે.

અકસ્માત એટલો ભયંકર સર્જાયો હતો કે, થોડા સમય માટે ઈજા પામેલ કુલ 3 લોકો કંઈ પણ બોલી શક્યા ન હતા. ઉજ્જૈન દર્શન કરીને પરત ફરી રહ્યાં હતાં ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લીધે કારની આગળનો કાચ તૂટી ગયો તેમજ બોનેટનો બુકડો બોલી ગયો હતો. જેમાં કારમાં બેઠેલ કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ મોત થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *