પિતાએ હેવાનિયતની તમામ હદો કરી પાર: મસ્તી કરતા પોતાના 8 વર્ષના બાળકને માર મારતા થયું મોત

રાજકોટ શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા 8 વર્ષીય પુત્રને તેમના પિતાએ માર મારતા તેમનું મોત નીપજ્યું…

રાજકોટ શહેરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ-કાલાવડ રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા 8 વર્ષીય પુત્રને તેમના પિતાએ માર મારતા તેમનું મોત નીપજ્યું હતું. નંદનવન સોસાયટીમાં ચોકીદારી કરતા શખ્સે પોતાનો દીકરો મસ્તી કરતો હોવાથી તેને માર્યો હતો અને ત્યારબાદ તેમના પિતા મારવા દોડતા તે પડી ગયો હતો અને રાત્રે દુખાવો થતા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો અને ત્યાં બાળકનું મોત થયું હતું. પોલીસે બાળકના પિતાની પુછપરછ શરુ કરી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં રાણી ટાવર પાસે નંદનવન સોસાયટી આવેલી છે. જે સોસાયટીમાં સિદ્ધરાજ ભુલ નામનો નેપાળી ચોકીદારી કરે છે તેમનો પરિવાર પણ આ સોસાયટીમાં રહે છે. તેમના પરિવારમાં સંતાનમાં 8 વર્ષનો દીકરો સૌરભ છે. ગઈકાલે સાંજે નાનકડો બાળક સૌરભ જમવા બેસતો નહોતો અને કહ્યું માનતો નહોતો જેને લીધે સિદ્ઘરાજે પોતાના દીકરાને લાકડીથી માર માર્યો હતો. જમ્યા બાદ સૌરભ વધુ પડતી મસ્તી કરતા તેમના પિતાએ તેને ફરીથી માર માર્યો હતો. સૌરભ દોડી રહ્યો હતો ત્યારે તેમના પપ્પાએ તેમને પાછળથી માર્યો હતો. ત્યારબાદ તે પડી ગયો હતો અને તેમને ઈજા પહોંચી હતી.

માર માર્યા બાદ રાત્રે સૌરભની તબિયત બગડી હતી. જેથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પીટલમાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ સાંભળીને તેમની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને બાળકના પિતા પણ હેબતાઈ ગયા હતા.

સૌરભ સાંજે રમતા રમતા પડી જવાને કારણે માથા અને શરીરના ભાગે ઈજાઓ થઇ હતી અને તે બાળક બેભાન થઇ ગયો હતો તેવું ડોકટરો દ્વારા જાણવા મળ્યું હતું. ડોક્ટરોએ જયારે મૃતદેહનું નિરિક્ષણ કર્યું ત્યારે તેમના શરીર પર અસંખ્ય ઈજાઓના નિશાન મળી આવ્યા હતા.તેમના ગોઠણથી નીચેના ભાગે, પડખામાં, જમણા સાથળ પાસે, ડાબા પગના સાથળ પાસે તેમજ શરીરના અન્ય ભાગોમાં ઈજાના નિશાન જોવા મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *