જુઓ હાર્દિક અને કૃણાલ પંડ્યાએ આપી પિતાને કાંધ, આજે સવારે જ થયું હતું દુઃખદ નિધન

આજે સવારમાં જ વડોદરા શહેરમાં ભારતીય ટીમના ઑલરાઉન્ડર હાર્દિક તથા કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ ભાઈનું દુ:ખદ અવસાન થયું હતું. હાર્દિક તથા કૃણાલ એમ બંને ભાઈઓ…

આજે સવારમાં જ વડોદરા શહેરમાં ભારતીય ટીમના ઑલરાઉન્ડર હાર્દિક તથા કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ ભાઈનું દુ:ખદ અવસાન થયું હતું. હાર્દિક તથા કૃણાલ એમ બંને ભાઈઓ પિતાનાં અવસાનની સમાચાર મળતા એમની પાસે આવી પહોંચ્યા છે. સ્વભાવે ખૂબ આનંદી પ્રકૃતિના હિમાંશુ ભાઈના નિધનના સમાચાર વાયુવેગે ફેલાઈ રહ્યાં છે.

કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં રમી રહ્યો હોવાંથી ઘરે જવા માટે રવાના થયો છે. બંને ભાઈઓને ક્રિકેટર બનાવવા માટે પિતા હિંમાંશુ પંડ્યાએ લોહી-પાણી એક કર્યા હતા. પંડ્યા બ્રધર્સની સાફલ્યા ગાથામાં પિતાનો સિંહ ફાળો રહેલો છે તેમજ આ વાત સમગ્ર શહેર જાણતું હતું ત્યારે હાર્દિક તથા કૃણાલના પરિવાર પર વજ્રાઘાત પડ્યો છે.

BCAએ દુ:ખ વ્યક્ત કર્યુ :
બરોડા ક્રિકેટ એસોસિએશનના CEO શિશીર હત્તાંગડીએ બરોડા ટીમના કેપ્ટન કૃણાલના પિતાનું અવસાન થયું હોવાનું દુખ વ્યક્ત કર્યું છે. કૃણાલ પોતાના ઘરે જવા માટે રવાના થયો છે તેમજ ટુર્નામેન્ટની આગામી મેચ નહીં રમે. સમગ્ર પરિવારજનોમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.

વહેલી સવારે થયુ નિધન :
વડોદરામાં રહેતા ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા તથા કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું વહેલી સવારમાં હાર્ટ ઍટેકને લીધે દુ:ખદ અવસાન થયુ છે. કૃણાલ પંડ્યા સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ છોડીને પરત આવી રહ્યો છે. આની સાથે જ તે વડોદરાની ટીમનો કેપ્ટન હતો.

4 વાગ્યા આસપાસ નીકળશે અંતિમયાત્રા :
બરોડા ક્રિકેટ એસોસિએશન મીડિયા કમિટિના ચેરમેન સત્યજીતસિંહ ગાયકવાડ જણાવતાં કહે છે કે, છેલ્લા થોડા દિવસથી હિમાંશુ પંડ્યાની તબિયત નાદુરસ્ત હતી. આજે સવારમાં 4 વાગ્યે હાર્ટ એટેક આવી જતા તેઓને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ત્યારપછી ઘરે લઈ જવામાં આવ્યા હતા. 4 વાગ્યા બાજુ વડોદરા વાસનાભાયલી રોડ ખાતે આવેલ ઘરેથી અંતિમયાત્રા કાઢવામાં આવશે. ત્યારપછી વડીવાડી સ્મશાનમાં અંતિમસંસ્કાર કરવામાં આવશે. પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકિપેર કિરણ મોરે પણ હાજર રહ્યાં હતા.

હાર્દિક-કૃણાલના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી :
હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યા સુરતમાં ફાઇનાન્સનો વેપાર કરી રહ્યાં હતા. જો કે, થોડા સમય પછી વર્ષ 1998માં તેમના પિતા વડોદરા જવા માટે મજબૂર થયા હતા. આ સમયે હાર્દિક પંડ્યા ફક્ત 5 વર્ષનો હતો. વડોદરામાં પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો. હાર્દિકના પિતાને ક્રિકેટની રમત ખૂબ પસંદ હતી. તેઓ હંમેશાં પોતાના બંને દીકરાને પાસે બેસાડીને મેચ દર્શાવતા હતા.

હાર્દિક-કૃણાલ ભારતીય ક્રિકેટ ટીમમાં જે સ્થળે પહોંચ્યા છે તે માટે પિતાનો સિંહ ફાળો :
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર કિરણ મોરે જણાવતાં કહે છે કે, હિમાંશુભાઈ તેમના બંને દીકરાઓ હાર્દિક તથા કૃણાલને મારી એકેડેમીમાં પ્રવેશ માટે આવ્યા હતા. બન્ને ભાઈઓ શરૂઆતથી જ મહેનતુ તથા ક્રિકેટમાં આગળ વધવાની ધગશ ધરાવતા હતા. આજે તેઓએ જે સ્થાન મેળવ્યું છે એમાં તેમના પિતા હિમાંશુભાઈ પંડ્યાનો સિંહ ફાળો રહેલો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *