પ્રેમી સાથે વાત કરવાની ના પાડી તો, દીકરીએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા- જાણો કયાની છે ઘટના

Published on: 2:12 pm, Mon, 18 January 21

ભારત દેશમાં દિવસેને દિવસે હત્યાના કેસ વધી રહ્યા છે. પાડોશી રાજ્ય MPમાંથી હચમચાવી નાંખે એવી જ એક ઘટના બહાર આવી છે. એમાં એક દત્તક લેવામાં આવેલ સગીરાએ તેનાં બોયફ્રેન્ડ તેમજ મિત્રોની સાથે મળીને તેનાં પિતાની હત્યા કરી છે. સગીરાનાં પિતા એને તેનાં બોયફ્રેન્ડની સાથે ફોન પર વાત કરવા દેતા નહિ. જેથી સગીરા દ્વારા આ પગલું ભરવામાં આવ્યું હતું. માત્ર એટલું જ નહીં તેનાં બોયફ્રેન્ડની સાથે ફરવા માટે પણ જવા દેતા નહિ.

પિતાની હત્યા કરીને મૃતદેહને ધાબળામાં વીટીને ઘરની પાછળ રહેલી એક નાનકડી ઝૂંપડીમાં છુપાવ્યો હતો. રૂંવાડા ઊભા કરી દે એવો આ બનાવ મધ્ય પ્રદેશ રાજ્યનાં બૈતુલ જિલ્લાનાં સારણી વિસ્તારની છે. જ્યાં પોલીસ દ્વારા કુલ 4 અપરાધીની ધરપકડ કરવામાં આવી છે. શનિવારનાં રોજ પોલીસ દ્વારા આ કેસમાં હત્યા થઈ હોવા અંગેની સ્પષ્ટતા કરવામાં આવી હતી.

જો કે, આ બનાવને અંજામ તેની જ સગીર પુત્રી દ્વારા આપવામાં આવ્યો હોવા અંગેનું બહાર આવ્યું છે. એમાં તેનો બોયફ્રેન્ડ તેમજ તેનાં અન્ય મિત્રો પણ સામિલ છે. સગીરા દ્વારા પિતાની હત્યા કરીને 2 દિવસ સુધી મકાનમાં લાશ સાચવવામાં આવી હતી. જે ધાબળામાં પેક પણ કરી હતી. પોલીસ દ્વારા વધારેમાં જણાવવામાં આવ્યું કે, તારીખ 14 જાન્યુઆરીનાં દિવસે કોઈ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે, એનાં જીજા શ્રીરામ હુરમાડે તેમજ દત્તક લેવામાં આવેલી દીકરી સુભાષનગરમાં રહે છે.

તારીખ 12 જાન્યુઆરીનાં દિવસથી ફોન પર કોઈ વાત થઈ ન હતી. 14 જાન્યુઆરીનાં દિવસે  ત્યાંના વિસ્તારનાં લોકો પાસેથી જાણવા મળ્યું કે, શ્રીરામ હુરમાડેનાં ઘરની પાછળ બનવામાં આવેલી ઝૂંપડીમાંથી બહુ જ વાસ આવતી હતી. પરંતુ સગીરા અહીંયા કોઈને પણ જોવા માટે જવા દેતી નહોતી. પરંતુ જ્યારે બબલુ નામનો એક વ્યક્તિ શ્રીરામનાં ઘરે ગયો તેમજ દરવાજો ખોલાવીને ઘરની પાછળનાં ભાગમાં ધાબળામાં પેક કરવામાં આવેલ લાશ જોઈ તો તેનાં પગ નીચેથી જમી ખસી ગઈ.

એનાં માથા પર ઈજા થઈ હતી તેમજ ગળું કપાય ગયું હતું. પોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની તપાસ ચાલુ કરવામાં આવી. કેસનાં બધા પાસાની ઝીણવટ પૂર્વક તપાસ કરી. તે સમયે ખ્યાલ આવ્યો કે, મૃતક પિતા દ્વારા સગીરાને તેનાં બોયફ્રેન્ડની સાથે ફરવા જવા માટેની તેમજ ફોન પર વાત કરવા માટેની ના પાડવામાં આવ્યા હતી.

પિતાથી કંટાળીને સગીરા દ્વારા તેનાં બોયફ્રેન્ડ તેમજ તેનાં બીજા મિત્રોની સાથે મળીને આ પ્લાન બનાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ પિતાને મારી નાંખ્યા હતા. ત્યાર બાદ પિતાની લાશને  ઘરની પાછળ બનાવવામાં આવેલ ઝૂંપડીમાં ધાબળામાં વીટીને 2 દિવસ સુધી છુપાવી રાખવામાં આવ્યો. બોડીમાંથી કોઈ વાસ ન આવે તે માટે તેનાં પર પર્ફ્યુમ છાંટયું હતું. આ કેસમાં સગીરા માસ્ટરમાઈન્ડ તેમજ મુખ્ય અપરાધી નીકળી. આની સાથે જ પોલીસ દ્વારા અનવર ખાન તેમજ શિખર તેમજ અનિલ સોનારિયાની ધરપકડ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle