પાકિસ્તાને ભારતનું ચંદ્રયાન સફળ ન થયું તેનો વિકૃત આનંદ આ રીતે માણ્યો- જોઇને તમારું હૈયું ઉકળી જશે

ભારતના આળવીતરા પડોશી દેશ પાકિસ્તાને ભારતની ચંદ્રયાન ૨ ની સફળતા ના પચી. ‘ચંદ્રયાન-2’ ને લઇને પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હૈસુને પોતાનુ નકારાત્મક…

ભારતના આળવીતરા પડોશી દેશ પાકિસ્તાને ભારતની ચંદ્રયાન ૨ ની સફળતા ના પચી. ‘ચંદ્રયાન-2’ ને લઇને પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ચૌધરી ફવાદ હૈસુને પોતાનુ નકારાત્મક નિવદેન આપતા કહ્યુ કે, “Awwwww….. Jo kaam ata nai panga nai leitay na….. Dear “Endia”. ફવાદ ચૌધરીનામાં ટ્વિટમાં તેમણે ઈન્ડિયાની જગ્યાએ એંડિયા(ફવાદ હમેશા India ને Endia જ લખતો આવ્યો છે) લખી દીધું. તેમની આવી હરકતના કારણે તેઓ સોશ્યલ મીડિયામાં ખૂબ ટ્રોલ થઇ રહ્યા છે.

બીજા ટ્વીટ માં નાપાક મંત્રીએ “So ja Bhai moon ki bajaye Mumbai mein utar giya khilona” લખીને ચંદ્ર યાનને રમકડા સાથે સરખાવ્યું. ફવાદ આટલાથી અટક્યો ન હતો અને કહ્યું હતું કે ભારત ના પ્રધાનમંત્રીને સંસદે ૯૦૦ કરોડ વેડફી નાખવા બદલ સવાલ કરવા જોઈએ એવી સલાહ પણ દઈ દીધી.

ઉલ્લેખનીય કે, શનિવારનો દિવસ દેશના સ્પેસ રીસર્ચ અને સાયન્સ માટે ઐતિહાસિક રહ્યો. ભારતના નાગરિકો સિવાય દુનિયાભરની નજર ISRO ના આ મિશન પર હતી. ભારત અંતરિક્ષ વિજ્ઞાનમાં ઇતિહાસ રચવા માટે તૈયાર જ હતુ. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર લેન્ડર વિક્રમ ઉતરવાની તમામ પ્રક્રિયા સામાન્ય જ હતી. કુલ 13 મિનિટ 48 સેકન્ડ સુધી બધુ ઠીક અને સલામત ચાલી રહ્યુ હતુ.

પરંતુ છેલ્લા દોઢ મિનિટ પહેલા જ્યારે લેન્ડર ચંદ્ર પરથી 2.1 કિલોમીટર ઉપર હતુ ત્યારે લગભગ 1.55 વાગે ISROનો નિયંત્રણ કક્ષ સાથે સંપર્ક તૂટી ગયો. જે પછી ISROના ચીફ કે. સિવને કહ્યું કે ”વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઉતરવાના મિશનની યોજના પ્રમાણે જ કામ કરી રહ્યુ હતુ અને 2.1 કિમી ઉંચાઇ સુધી બધુ જ ઠીક હતુ. જે પછી વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યો છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *