પુત્રવધુના ત્રાસથી કંટાળીને સાસુ સસરાએ કરી લીધો આપઘાત- સતત ૨૪ કલાક આંગણામાં સડતા રહ્યા બંનેના મૃતદેહ

બાડમેર(રાજસ્થાન): આજકાલ આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સ્થિત બાડમેર જિલ્લામાં એક વૃદ્ધ દંપત્તીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી…

બાડમેર(રાજસ્થાન): આજકાલ આત્મહત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા ઉપર સ્થિત બાડમેર જિલ્લામાં એક વૃદ્ધ દંપત્તીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે, બંને પુત્રવધૂ દ્વારા કરવામાં આવેલા કેસ અને પારિવારિક કંકાસના કારણે પરેશાન હતા. આ ઘટનાની દુઃખદ બાબત એ છે કે, મોત બાદ આશરે 24 કલાક સુધી બંનેની લાશો ઘરના આંગણામાં પડી રહી હતી. મંગળવારે જ્યારે દંપતીનો પુત્ર ઘરે પહોંચ્યો ત્યારે ઘટના અંગે જાણ થઈ હતી.

ઘટનાની જાણ થતાં નાગાણા પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના અંગે સમગ્ર ગામમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. નાગાણા પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ નરપતદાને જણાવ્યું કે, ઘટના ભુરટિયા ગામની છે. અહીં ખુમારામ જાટ અને તેની પત્ની ચંપાદેવીએ ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. મળતી મહીતિ મુજબ, ખુમારામના બે પુત્રો છે. બે પુત્રો પૈકી એક પુત્રની પત્ની લાંબા સમયથી સાસરીમાં આવતી ન હતી. તેણે પોતાના પતિ અને સાસુ, સસરા ઉપર કેસ કર્યો હતો.

જેમાં છૂટાછેડા અને દહેજ માટે ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ અંગે અનેક વખત સ્તર ઉપર અનેક વાર પંચ પણ બોલાવી હતી. જાણવા મળ્યું છે કે, તેમના પરિવારમાં અનેક વર્ષોથી પારિવારીક કંકાસ ચાલી રહ્યો હતો. તેમજ ફેક્ટરીમાં ખોટના કારણે નુકસાનની વાત પણ સામે આવી છે.

આ દરમિયાન ખુમારામ અને તેની પત્ની પોતાના પુત્ર સાથે બાલોતરામાં હતા. સોમવારે જ બાલોતરાથી ગામ આવ્યા હતા. રાત્રે જમ્યા બાદ સુઈ ગયા હતા. ખાવામાં ઝેર ભળેલું હોવાને કારણે તેમને ઉલ્ટીઓ થવા માંડી હતી.  ત્યારબાદ બંનેએ તડપી તડપીને દમ તોડ્યો હતો. તેમને કોઈ સંભાળવા વાળું પણ નહતું. આમ 24 કલાક સુધી બંનેલી લાશ ઘરના આંગણામાં જ પડી રહી હતી.

મંગળવારે જ્યારે પુત્ર ઘરે પહોંચ્યા હતા ત્યારે જાણકારી મળતાં ભુરટિયા સરપંચ ઉત્તમચંદ ખોથ સહિત ગામના લોકો ઘટના સ્થળે પહોચી ગયા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને બંનેની લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. બાયતુ ડીએસપી પણ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની જાણકારી મેળવી હતી. હાલમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *