ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પોતાના સમાજમાંથી સૌપ્રથમ મહિલા પોલીસ બનનાર કર્મીનું ફરજ દરમ્યાન બીમારી થવાથી થયું અવસાન

પાલનપુર રેલવે પોલીસમાં ફરજ બજાવતાં પાલનપુરના હેબતપુર ગામના ફરહાનાબેન જાગીરદાર સમાજના પ્રથમ મહિલા પોલીસકર્મી હતા. જો કે, એક સપ્તાહ અગાઉ ફરહાનાબેનને શારિરીક બિમારી થતાં સારવાર અર્થે મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમને શુક્રવારે હોસ્પિટલમાંથી રજા અપાતા ઘરે લવાયા હતા. જો કે, શનિવારે સાંજે અગમ્ય કારણોસર તેમનું નિધન થતાં સમગ્ર જાગીરદાર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે પાર્થિવદેહને અંતિમ વિદાય અપાઇ હતી.

પાલનપુરના રેલવે પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ  બજાવતા વડગામ તાલુકાના પાંડવા ગામના ૨૩ વર્ષીય મુસ્લિમ જાગીરદાર સમાજના પ્રથમ મહિલા પોલીસ કર્મી ફરહાનાબેન અયુબખાનના લગ્ન પાલનપુરના હેબતપુર ગામે થયેલ હતા. જાગીરદાર સમાજમાં મહિલાઓ પોતાની માન મર્યાદામાં માનતા હોવા છતાં પણ મહિલા પોલીસ કર્મી ફરહાનાબેન હાલના આધુનિક યુગમાં દીકરીઓ ભણી ગણીને આગળ આવે તે માટે સમાજની મહિલાઓને માટે પ્રેરણા પુરી પાડતા હતા.

જોકે આ મહિલા કર્મીને ચાલુ ફરજે અચાનક બીમાર થતાં તેમને મહેસાણાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજતા જાગીરદાર સમાજ અને પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મૃતક મહિલા કર્મીની તેમના સાસરા હેબતપુર ગામે અંતિમક્રિયા કરવામાં આવી હતી. જ્યાં પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે મૃતક મહિલાને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: