અમરેલી જિલ્લા નાં થોરડી ગામનાં મહિલા સરપંચે કર્યું એવું કામ કે આખા ગામને શરમથી નીચું જોવું પડ્યું

સરપંચ જેવા નાના નેતાથી માંડીને ધારાસભ્યો અને સાંસદો પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભ્રસ્ટાચાર આચરતા હોય છે. આવી જ એક ઘટના અમરેલી જિલ્લાના થોરડી ગામે…

સરપંચ જેવા નાના નેતાથી માંડીને ધારાસભ્યો અને સાંસદો પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ભ્રસ્ટાચાર આચરતા હોય છે. આવી જ એક ઘટના અમરેલી જિલ્લાના થોરડી ગામે બની છે. જ્યાં મહિલા સરપંચે એમનાં પતિ સાથે મળીને સત્તા નો દુરુપયોગ કરીને સરકારનાં લાખો રૂપિયાનું કૌંભાડ આચર્યુ છે. જે બાબત અમરેલી જિલ્લા વિકાસ અધિકારી નાં ધ્યાનમાં આવતાં તેમણે મહિલા સરપંચને છેવટે સસ્પેન્ડ કરી દિધાં છે.આ ઘટનાથી થોરડી ગામ અને આજુબાજુના સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર અમરેલી જિલ્લા નાં સાવરકુંડલા તાલુકા નાં થોરડી ગામનાં મહિલા સરપંચ હંસાબેન પ્રફુલ્લભાઈ વેકરીયાએ તેનાં પતિ પ્રફુલ્લભાઈ સાથે મળીને સરકારનાં કામોનાં ખોટા બીલો બનાવીને સરકારની તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો લગાડ્યો છે.

હદ તો એ થઈ ગઈ કે આ મહિલા સરપંચે ગામનાં દાતા એવા વિપુલભાઈ બાબુભાઈ બરવાળીયા એ પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાતા ગામની ગૌશાળા માટે કરી આપેલાં બોરનાં પણ ખોટાં બીલો બનાવીને સરકારનાં રૂપિયા 1,07980 જેવી માતબર રકમ ઘરભેગી કરી.

મહિલા સરપંચ અને તેનાં મહાઠગ પતિએ આચરેલાં આ કૌંભાડનો ગામનાં પંચાયતનાં સભ્ય અને જાગૃત નાગરિક શૈલેષભાઈ નનુભાઈ બરવાળીયા એ પર્દાફાશ કર્યો. ગામમાં સરકારે મંજુર કરેલાં રોડરસ્તાનાં કામો,ગટરલાઇનનાં કામો,રસ્તા પર બ્લોક ફીટીંગ જેવા કામોમાં હલકી ગુણવત્તા અને કામોનાં ખોટેખોટા બીલો બનાવીને સરપંચ અને તેનાં પતિએ ત્રીસથી બત્રીસ લાખનું કૌંભાડ કરી નાંખ્યું.

આ બાબત ગામનાં જાગૃત નાગરિક અને ખેડૂત એવાં શૈલેષભાઈનાં ધ્યાનમાં આવતાં તેમણે પ્રથમ આરટીઆઈ કરીને માહિતી માંગી હતી.જેમાં સરપંચ નો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો હતો.એટલે શૈલેષભાઈએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત ફરીયાદ કરી હતી.પરંતુ ભ્રષ્ટ અધિકારીઓ અને સરપંચ ની મિલીભગત હોય તેમજ રાજકીય વગ વાપરીને સમગ્ર કૌંભાડ સામે આંખ આડા કાન કરવામાં આવ્યાં હતાં.

સમગ્ર કૌંભાડ ઉજાગર ન થાય એ માટે શૈલેષભાઈને પરોક્ષ રીતે માનસિક ત્રાસ અને ધાકધમકી આપવામાં આવી હતી. આમ છતાં શૈલેષભાઈ હિંમત હાર્યા નહિ અને તેઓ આ બાબત અમરેલી જિલ્લા કલેક્ટર શ્રીનાં સ્વાગત કાર્યક્રમ માં આ પ્રશ્ન લઈ ગયાં હતાં. એટલે જિલ્લા કલેક્ટરે ઓડીટીંગ કરવાનો આદેશ આપ્યો હતો.ઓડીટીંગ રીપોર્ટમાં સમગ્ર કૌંભાડ બહાર આવતાં કલેક્ટરશ્રીએ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારને ન્યાયિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.

પોતાનાં કાળા કરતૂતો અને સમગ્ર કૌંભાડ પણ ઢાંકપિછોડો કરવા મહિલા સરપંચ અને તેનાં પતિએ ખૂબ ધમાચકડી કરી પરંતું છેવટે સત્યનો જ વિજય થયો.જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારે મહિલા સરપંચને સત્તા નો દુરુપયોગ કરવા અને લાખો રૂપિયાનાં ભ્રષ્ટાચાર આચરવા બાબતે કસૂરવાર ઠેરવીને સત્તા પરથી બરતરફ કરવા આદેશ આપી સસ્પેન્ડ કર્યા છે.આ વાત થોરડી ગામ તેમજ સમગ્ર સાવરકુંડલા તાલુકામાં વાયુવેગે પ્રસરી જતાં ચકચાર મચી ગઈ છે.

ગામનાં તમામ લોકોએ સત્તામાં મદ અને સતા પચાવી ન શકનાર એવાં મહિલા સરપંચ અને તેનાં મહાઠગ પતિ પર ફીટકાર વરસાવ્યો છે.ગામ તમામ લોકોએ આંખે ઊડીને વળગે એવો ભ્રષ્ટાચાર કરનારા કૌંભાડી મહિલા સરપંચ અને તેનાં પતિથી ગળે આવી ગયાં હતાં.છેવટે સત્યનો જય થતાં અને મહિલા સરપંચ સસ્પેન્ડ થતાં રાહતનો શ્વાસ લીધો છે અને બેઈમાન સરપંચની ગુલામીમાંથી આઝાદ થતાં ગામલોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *