ટ્રમ્પે કહ્યું: “હવે અમેરિકા, ભારત-પાકિસ્તાન વચ્ચે માથું નહિ મારે ! તમારે જે કરવું હોય તે કરો” જાણો વિગતે

અમેરિકા ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળી આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે કારણ કે આ બે દેશોની વચ્ચેનો મુદ્દો છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે…

અમેરિકા ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળી આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે કારણ કે આ બે દેશોની વચ્ચેનો મુદ્દો છે. જમ્મુ-કાશ્મીર મુદ્દે ભારતે વલણ સ્પષ્ટ કર્યા બાદ અંતે અમેરિકાએ પણ સ્વીકારી લીધું છે કે કાશ્મીર ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો છે. એવામાં મધ્યસ્થતાનો સવાલ ઊભો નથી થતો. અમેરિકા કાશ્મીર મુદ્દે દખલ નહીં કરે.

અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન સિંગલા તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે અમેરિકા પોતાની જૂની નીતિ પર ચાલવા માંગે છે. અમેરિકા ઈચ્છે છે કે ભારત અને પાકિસ્તાન એક સાથે મળી આ મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરે કારણ કે આ બે દેશોની વચ્ચેનો મુદ્દો છે.

નોંધનીય છે કે, ભારત હંમેશા આ નિવેદન પર કાયમ રહ્યું છે કે જમ્મુ-કાશ્મીર આંતરિક મુદ્દો છે. માત્ર પાકિસ્તાનથી જ તેની પર વાત થશે. તેમાં કોઈ પણ બીજા દેશની દખલ સહન નહીં કરવામાં આવે.

હર્ષવર્ધન સિંગલાએ કહ્યું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે કાશ્મીર મુદ્દે તેમની મધ્યસ્થતા ભારત-પાકિસ્તાનની સહમતિ પર આધાર રાખે છે. ભારતે મધ્યસ્થતાની રજૂઆત ફગાવી દીધી હતી જેથી કાશ્મીર મુદ્દાને વધુ આગળ નહીં વધારવામાં આવે.

ટ્રમ્પે શું આપ્યું હતું નિવેદન?

નોંધનીય છે કે, હાલમાં જ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અમેરિકાના પ્રવાસે ગયા હતા. તેમની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જોઇન્ટ સ્ટેટમેન્ટ આપ્યું હતું. આ દરમિયાન ટ્રમ્પે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા માટે કહ્યું હતું.

અમેરિકાના રાષ્ટ્રપતિએ એક સવાલના જવાબમાં કહ્યું કે, જો હું મદદ કરી શકું તો હું તે પસંદ કરીશ. જો હું મદદ માટે કંઈ પણ કરી શકું, તો મને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *