ચીનમાં સર્જાયો ભયંકર અકસ્માત: રનવે પર ક્ષણભરમાં વિમાનમાં લાગી ભીષણ આગ, 113 મુસાફરો…..

ચીન(China): ચોંગકિંગ (Chongqing)માં ગુરુવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો. અહીંના એરપોર્ટ(Airport) પર તિબેટ એરલાઈન્સ (Tibet Airlines)નું વિમાન ટેકઓફ(Takeoff) દરમિયાન રનવે પર લપસી ગયું હતું. જેના કારણે…

ચીન(China): ચોંગકિંગ (Chongqing)માં ગુરુવારે એક મોટો અકસ્માત(Accident) સર્જાયો. અહીંના એરપોર્ટ(Airport) પર તિબેટ એરલાઈન્સ (Tibet Airlines)નું વિમાન ટેકઓફ(Takeoff) દરમિયાન રનવે પર લપસી ગયું હતું. જેના કારણે પ્લેનમાં આગ લાગી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે પ્લેનમાં 113 મુસાફરો અને 9 ક્રૂ મેમ્બર હાજર હતા.

કહેવામાં આવી રહ્યું છે કે આગ ટેકઓફ સમયે લાગી હતી. વિમાનમાં સવાર તમામ 113 મુસાફરો અને ચાલક દળના સભ્યોને બહાર કાઢવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, 25 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્લેન ચોંગકિંગથી નિંગચી જઈ રહ્યું હતું. ત્યારબાદ ટેકઓફ દરમિયાન આ અકસ્માત થયો હતો. આ પછી પ્લેનમાં આગ લાગી હતી. જો કે તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. તિબેટ એરલાઇન્સ એ લ્હાસા સ્થિત પ્રાદેશિક એરલાઇન છે. Airfleets.net અનુસાર, તેની પાસે 28 A319 સહિત કુલ 39 એરક્રાફ્ટ છે.

ચીનમાં 2 મહિના પહેલા એક ભયાનક અકસ્માત થયો હતો:
આ પહેલા 2 મહિના પહેલા જ ચીનમાં એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં ચીનની ઈસ્ટર્ન એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું હતું. આ અકસ્માત ગુઆંગસી ઝુઆંગમાં થયો હતો. આ અકસ્માતમાં 132 લોકોના મોત થયા હતા. વિમાનમાં 123 મુસાફરો અને નવ ક્રૂ મેમ્બર સવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *