ગુજરાત: કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગતા 20 કિમી દૂર સુધી દેખાઈ જ્વાળાઓ -જુઓ લાઈવ દ્રશ્યો

Published on Trishul News at 3:11 PM, Mon, 21 December 2020

Last modified on December 21st, 2020 at 3:11 PM

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં રાજ્યમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. જેને કારણે ઘણાં લોકોના મોત થતાં રહેતાં હોય છે. આની સાથે-સાથે જ આગ લાગી હોય એવી ઘટનાઓમાં પણ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલ નાદરખા ગામ નજીકની કુશા કેમિકલ કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જેને કારણે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. આગની જ્વાળાઓ કુલ 20 કિમી દૂર આવેલ ઘોઘંબા વિસ્તાર સુધી દેખાઇ રહી છે. સાવચેતીને ધ્યાનમાં રાખી આજુબાજુના કુલ 2 કિમીના વિસ્તારના કુલ 3,000 લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે.

કેમિકલની ટાંકીમાં આગ લાગતા મચી દોડધામ :
કુલ 4 ટન કેમિકલની ટાંકીમાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા તથા વડોદરા ફાયર બ્રિગેડની કુલ 15થી પણ વધારે ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આની સાથે જ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે. જો કે, આગ પર કાબૂ ન આવતા ફર્મ પણ મંગાવવામાં આવ્યું છે.

કલેક્ટર તથા SP નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો :
આ ઘટનાની જાણ થતાંની સાથે જ પંચમહાલ જિલ્લા કલેક્ટર તેમજ SP નો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. આગની ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી તેમજ આગ લાગવાનું કારણ પણ હજુ સુધી બહાર આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Be the first to comment on "ગુજરાત: કેમિકલ કંપનીમાં ભયંકર આગ લાગતા 20 કિમી દૂર સુધી દેખાઈ જ્વાળાઓ -જુઓ લાઈવ દ્રશ્યો"

Leave a comment

Your email address will not be published.


*