અહીયા સળંગ 5 અમાસ ભરવાથી બધી મનોકામના પૂરી થાય છે. જાણો ક્યાં છે આ યાત્રાધામ?

ધાર્મિક માહાત્મ્ય: કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી…

ધાર્મિક માહાત્મ્ય: કુબેર ભંડારી રાવણના મોટા ભાઈ છે. દુનિયામાં એક માત્ર આ મંદિર છે. સળંગ 5 અમાસ ભરવાથી મનોકામના પૂરી થાય છે. કુબેર ભંડારી દેવોના ખજાનચી કહેવાય છે. કુબેરેશ્વરની પાસે જ શાલીગ્રામ રૂપે સ્વયં વિષ્ણુભગવાન મંદિરમાં બિરાજમાન છે.

મહાદેવના વરદાનથી તેમના નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે કુબેરેશ્વર ભંડારી પૂજાય છે. એવી માન્યતા છે કે, લગ્ન પ્રસંગમાં રસોડું શરૂ કરતાં પહેલાં ત્યાં કુબેરનો દીવો પ્રગટાવવામાં આવે છે. જેથી ભંડાર ખૂટતો નથી.

મંદિરનાં મુખ્ય આકર્ષણ: નર્મદા કિનારે ભવ્ય મંદિર, મંદિરના ગર્ભગૃહમાં અખંડ દીપ, નર્મદા નદીમાં સ્નાન, નર્મદા નદીમાં બોટમાં ફરવાની મજા., મંદિરના સભાખંડમાં બેસીને જાપ કરવા.

આરતી દર્શનનો સમય

સવારે 7 વાગ્યે.
સાંજે 7  વાગ્યે.

દર્શનનો સમય

સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી દર્શન તથા પૂજન.
બપોરે 2 કલાકથી રાત્રે 8 કલાક માત્ર દર્શન.

અમાસના આગલા દિવસના રાત્રે 12 વાગ્યાથી 24 કલાક સુધી દર્શન.

કેવી રીતે પહોંચવું:

વડોદરાથી 33 કિમી દૂર ડભોઇ-તિલકવાડા રોડ ઉપર કરનાળી ગામમાં રેવા (નર્મદા) નદીના કિનારે શ્રી કુબેર ભંડારીનું મંદિર છે. ડભોઇથી 1.7 કિમી દૂર લીમડાપુરા ગામના પાટિયાથી 6 કિમી દૂર કુબેર ભંડારીના મંદિરે જઇ શકાય છે. ગુજરાત સરકાર દ્વારા માત્ર બે ટાઇમ બસની સુવિધા છે. આસપાસનાં શહેરો, ગામડાંઓમાંથી ખાનગી વાહનોમાં લોકો આવે છે. પાર્કિંગની સુવિધા નિઃશુલ્ક છે.

નજીકનાં મંદિર

1).પોઈચાધામ- 14 કિમી
2).લક્ષ્મીનારાયણ મંદિર, માંજલપુર 57 કિમી
3).હરિધામ સોખડા- 72 કિમી

રહેવાની સુવિધા- મંદિર પરિસરમાં 24 રૂમ છે. જેમાં 6 એ.સી. અને 12 નોન એ.સી. રૂમો છે.

સરનામું- કુબેરભંડારી મહાદેવ મંદિર, કરનાળી, તાલુકો-ડભોઈ, જિલ્લો-વડોદરા.

ફોન નંબર- રજનીભાઇ પંડ્યા- 98796 27330,  02663- 233377.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *