ડાન્સ કરતા-કરતાં ડાન્સરે સ્ટેજ ઉપર જાહેરમાં જ બદલ્યા કપડાં- વિશ્વાસ ન આવે તો જુઓ વિડીયો

Published on: 2:55 pm, Wed, 7 April 21

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક રમુજી અથવા તો આશ્વર્યજનક વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક ખુબ વાયરલ થયેલ વિડીયોને લઈ જાણકારી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા એટલે કે, ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શિરીષ કુંડર દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ ડાન્સ વીડિયો ડાન્સ પર્ફોર્મન્સનો છે તેમજ દરેક પ્રેક્ષકોને ચોંકાવી દે એવો છે. કેટલાંક લોકોએ આ વિડીયો જોઇને પોતાના રિએકશન પણ આપ્યા છે જેમાં અનેક લોકોએ પોતાના મંતવ્ય રજુ કર્યાં છે.

ખોટા પોશાક સાથે ડાન્સરનો થયો પ્રવેશ:
ખુબ વાયરલ થયેલ આ વીડિયો ડાન્સ પરફોર્મન્સનો છે. આ વિડિયો એક દંપતીના પ્રવેશ સાથે શરુ થાય છે. સ્ક્રીન પર દેખાઈ આવે છે, આ છોકરીએ ખોટો ડ્રેસ પહેર્યો છે. ત્યારપછી આ દંપતી તેમનો ડાન્સ શરૂ કરે છે તેમજ આગળનો ડાંસ સ્ક્રીન પર દેખાઈ છે. નૃત્ય કરતી વખતે, છોકરી કંઈક એવું કરે છે જેએ જોઈ તેના જીવનસાથીની સાથે ત્યાં હાજર દરેકને પણ ખુબ આશ્ચર્ય થાય છે.

ડાન્સરે દરેકની સામે પોતાનાં કપડાં બદલ્યા:
ડાન્સરે વીડિયોની શરૂઆતમાં બ્લુ સ્પાર્કલ ડ્રેસ પહેર્યો હતો, જ્યારે તેના પાર્ટનરે ગોલ્ડન અને બ્લેક પહેર્યો હતો. નૃત્ય કરતી વખતે, નૃત્યાંગના એક સ્ટ્રોકમાં તેના પોશાકમાં ફેરફાર કરે છે અને તે પછી તેનો પોશાક પણ સુવર્ણ અને કાળો થઈ જાય છે. છોકરીની આ સ્ટાઇલ જોઈને તેનો ડાન્સ પાર્ટનર એકદમ ચોંકી ગયો.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા:
કુલ 1,427 લોકોએ આ વિડિઓને અત્યાર સુધી પસંદ કર્યો છે. લોકો અનેકવિધ રીતે વિડીયો અંગે ટિપ્પણી કરી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે, તેઓ ડાન્સરની યુક્તિને સમજી ચૂક્યા છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે, તેઓ અન્ય લોકો માટે આશ્ચર્ય પમાડવા માંગતા નથી. કેટલાક લોકો કહે છે કે, જેમને ડાન્સરના કપડા બદલવાની આ સ્ટાઇલ બિલકુલ સમજાતી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Shirish Kunder (@shirishkunder)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.