નાણામંત્રી નિર્મલા સીતારમણ બોલ્યા “દેશમાં 2014 પછી મોંઘવારી વધી જ નથી”

હાલમાં દેશમાં આર્થિક પરિસ્થિતિ નાજુક છે અને મોંઘવારી વધી રહી છે એવા પ્રચાર વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે આ પ્રચાર ખોટો છે. 2014 પછી મોંઘવારી વધી જ નથી. કોલકાતામાં વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથેની બેઠક બાદ તેઓ બોલી રહ્યા હતા.

સાથે-સાથે તેઓએ કહ્યું કે તમારે બોલવું હોય તો 2008થી 2016 વચ્ચેના સમયગાળાની જે આર્થિક પરિસ્થિતિ હતી એને પણ ધ્યાનમાં લેવી પડે. બાકી મોંઘવારીના મુદ્દે અમારી સરકાર પર કોઇ આક્ષેપ કરી શકે એમ નથી.

રિઝર્વ બેંકે નક્કી કરેલા ચાર ટકાના નિર્ધારિત લક્ષ્ય કરતાં મોંઘવારી વધી નથી, જુલાઇમાં 3.15 ટકા મોંઘવારી હતી જે જૂનના 3.18 ટકા કરતાં ઓછી હતી. અત્યારે જે કમજોર આર્થિક પરિસ્થિતિની વાતો ચાલી રહી છે એ અતિશયોક્તિ ભરેલી છે એમ નાણા પ્રધાને કહ્યું હતું.

ઉલેખનીય છે કે ભારતના મોટા મોટા ઉદ્યોગપતિઓ ને મળ્યા બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણએ આ નિવેદન આપ્યું હતું. સાથે સાથે એવું પણ કહ્યું હતું કે લાંબા સમયથી મોંઘવારી કાબુમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.