મનમોહન એ તોડ્યું મૌન- ‘મોદી લાવ્યા મંદી’ નિવેદન પર ભાજપના નાણામંત્રી થઈ ગયા “મૌન”

TrishulNews.com

દેશની અર્થ વ્યવસ્થા વિશે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદન પર કેન્દ્રીય નાણાંમંત્રીઓ કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. ચેન્નઈમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં પત્રકારોએ નાણાંમંત્રીને પ્રશ્ન પૂછ્યો કે, મનમોહન સિંહના આરોપો પર તેમને શું કહેવું છે? જેનો જવાબ આપતા સીતારમણે જણાવ્યું કે, તેમના વિચાર વિશે મારે કશું જ નથી કહેવું. તેમણે શું કહ્યું, મેં સાંભળ્યું નથી. આમ દેશની અર્થ વ્યવસ્થા વિશે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિવેદન પર કેન્દ્રીય નાણાંમંત્રીઓ કોઈ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું.

નિર્મલા સીતારમણે જણાવ્યું કે, શું ડૉ મનમોહન સિંહ કહી રહ્યા છે કે, રાજનીતિક બદલાની જગ્યાએ તેમણે ચૂપકિદી સાધનાર લોકોની સલાહ લેવી જોઈએ?  શું તેમણે આવું કહ્યું છે? ઠીક છે, આભાર… હું તેમની વાત સાંભળીશ. આજ મારો જવાબ છે. આમ કહીને પત્રકારોના સવાલમાંથી છટકી ગયા હતા.

જણાવી દઈએ કે, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે રવિવારે જણાવ્યું કે, અર્થ વ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક છે. GDPનો ઘટેલો દર સાબિતી આપે છે કે, આપણે એક લાંબી મંદી તરફ ધકેલાઈ રહ્યાં છીએ. તેમના આ નિવેદનની અનેક BJP નેતાઓએ આલોચના કરી હતી. આ બાબતે કેન્દ્રીય નાણાં મંત્રીને પૂછવામાં આવતા, તેમણે મૌન સાધ્યું હતું અને કોઈ પણ પ્રત્યુતર આપવાનો ઈન્કાર કર્યો હતો.

Loading...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.