જાણો રાજકોટના આ ગામમાં ભુવાએ એવું તો શું કરી નાખ્યું કે… જે લોકો કોરોના રસી લેવાની ના પાડતા હતા એ દોડ્યા વેક્સીન લેવા

રાજકોટ(ગુજરાત): ફરીવાર કોરોના(કોરોના) ન ઉદ્ભવે તે માટે નાના ગામડાથી લઈને દરેક જગ્યાએ વેક્સીનેશન(Vaccination) ચાલી રહ્યું છે. ત્યારે અમુક ગામડાઓમાં અંધશ્રધ્ધાને કારને લોકો વેક્સીન લેતા નથી.…

રાજકોટ(ગુજરાત): ફરીવાર કોરોના(કોરોના) ન ઉદ્ભવે તે માટે નાના ગામડાથી લઈને દરેક જગ્યાએ વેક્સીનેશન(Vaccination) ચાલી રહ્યું છે. ત્યારે અમુક ગામડાઓમાં અંધશ્રધ્ધાને કારને લોકો વેક્સીન લેતા નથી. આવું જ કઈક રાજકોટ(Rajkot)ના વીંછિયા પંથક(vichiya panthak)માંથી પણ સામે આવ્યું છે. જેમાં વેક્સિનેશન વધારવા આરોગ્યતંત્ર દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો જે સફળ રહ્યો છે. આરોગ્યતંત્ર(Healthcare) દ્વારા આ વિસ્તારમાં ભૂવાઓ સાથે સમજાવટ કરવામાં આવી હતી. જેમાં નવરાત્રિ(Navratri) હોવાથી ભક્તોને આશીર્વાદરૂપે વેક્સિન લેવા રજા આપવા સમજાવતાં આખરે ભૂવાઓએ દાણા જોયા હતા અને ‘નવરાત્રિ હોવાથી વેક્સિન માટે માતાજી રજા આપે છે બાપ!’ ફક્ત એટલું જ કહેતા છેલ્લા 6 મહિનાથી રસીમાં રસ ન દાખવતા લોકો પણ કોરોના વેક્સિન(Vaccine) લેવા માટે દોડી આવ્યા હતા.

જાણવા મળ્યું છે કે, વીંછિયા પંથકનાં કેટલાંક ગામોમાં લોકો કોઈપણ રીતે કોરોના વેક્સિન લેવા તૈયાર ન થતાં આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામસભાઓ યોજવામાં આવી હતી. જોકે, તેમ છતાં મોટી ઉંમરના લોકો અંધશ્રદ્ધા અને ખોટી માન્યતાઓને કારણે વેક્સિન લેવા રાજી હતા નહી. જો ભૂવા કહે તો જ લોકો વેક્સિન લેવા તૈયાર થાય તેમ હોવાથી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા અનોખો ઉપાય અપનાવવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ઓછા વેક્સિનેશનવાળા દેવધરી, ઓરી, સમઢિયાળા, આકડિયા તેમજ લાખાવડ સહિતનાં ગામના ભૂવાને મળી તેમના આશીર્વાદ ભક્તોને વેક્સિનરૂપે આપવા સમજાવટ કરી હતી. જોકે, શરૂઆતમાં ભૂવાઓએ ના પાડી હતી. પરંતુ, આખરે સહમત થયા હતા અને માતાજી આગળ વેક્સિન મૂકવા જણાવ્યું હતું. જેથી પહેલા માતાજી પાસે વેક્સિન મૂકી અલગ-અલગ ગામના ભૂવાઓએ દાણા જોયા હતા અને નવરાત્રિ હોવાથી માતાજી રાજી છે તથા વેક્સિન લેવા સૌને રજા આપે છે.

આ અંગે ટીએચઓ ડો. ખાંભલાએ જણાવ્યું હતું કે, નવરાત્રિ હોવાથી ભૂવાઓ માતાજીના મઢમાં હોવાને કારણે ભાવિકો પણ વધુ પ્રમાણમાં આવતા હોય છે. આ દરમિયાન જ ભાવિકોની હાજરીમાં ભૂવાઓ દ્વારા રસી લેવા હાકલ કરવામાં આવતા 6 મહિનાથી રસી લેવાની ના પાડતા લોકો પણ રસી લેવા તૈયાર થઈ ગયા હતા. આ દરમિયાન, 70થી વધુ વયોવૃદ્ધોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોવાનું સામે આવ્યું છે.

વધુમાં આરસીએચઓ ડો. ભંડેરીએ જણાવતા કહ્યું કે, ગામડાંમાં વેક્સિનને લઈ અનેક વખત લોકોને સમજાવવામાં આવ્યા હતા. પરંતુ, કોઈ ને કોઈ બહાનું બનાવી કેટલાક લોકો રસી લેવાનું ટાળી રહ્યા હતાં. જેથી કોઈપણ રીતે લોકો રસી લેવા તૈયાર થાય તે માટે આખરે આ પ્રયોગ કર્યો અને તે સફળ રહ્યો છે. ભૂવાઓ પણ રસી લેવા તૈયાર થયા છે. ત્યારે કેટલાક ભૂવાઓએ ઉપવાસ ચાલી રહ્યા હોવાથી નવરાત્રિ બાદ વેક્સિન લેવાનું જણાવ્યું છે.

આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કહ્યું કે, જિલ્લામાં કોઈ કોરોના વેક્સિન લેવામાં બાકી ન રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અમારો પ્રયાસ કોઈપણ રીતે લોકોને વેક્સિન લેવા માટે તૈયાર કરવાનો છે. જો ગામડાંમાં ભૂવાઓ કે આગેવાનોના કહેવાથી વેક્સિનેશન વધતું હશે તો 100 ટકા રસીકરણ પૂર્ણ કરવા માટે અન્ય ગામોમાં પણ આ જ રીતે સમજાવટથી લોકોને રસી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *