કીર્તિદાન ગઢવી, સાંઈરામ દવે સહીત ગુજરાતના દિગ્ગજ કલાકારોએ પવિત્ર અને પ્રેમભર્યો રક્ષાબંધનનો તહેવાર ઉજવ્યો- જુઓ તસ્વીરો

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવી રહેલ જવાનોની સાથે જાણીતા લોકગાયિકા ગીતારબારીએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી…

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. ત્યારે ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પર ફરજ બજાવી રહેલ જવાનોની સાથે જાણીતા લોકગાયિકા ગીતારબારીએ પણ રક્ષાબંધનની ઉજવણી કરી છે. CM દ્વારા ‘પહેલી રાખી દેશ પ્રેમ અભિયાન’ હેઠળ રાજ્યનાં દરેક ગામડામાંથી 1-1 રાખડી પણ એકત્ર કરવામાં આવી હતી.

રાજ્યનાં તમામ ગામડામાંથી કુલ 18,000 જેટલી રાખડી એકત્રિત કરીને સરહદ પર રહેલ જવાનોની માટે મોકલવામાં આવી હતી. ગીતાબેન રબારી BSFનાં જવાનનાં હાથે રાખડી બાંધીને જવાનોની લાંબાં આયુષ્યને માટે પ્રાર્થના પણ કરી હતી.

કચ્છની સરહદ પર રહેલ BSF નાં જવાનોને હાથે કલાકાર ગીતા રબારી રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે. ભુજમાં જવાનોનાં હાથમાં રાખડી બાંધીને મીઠું મોઢું કરાવીને રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ઘર પરીવારને છોડીને દેશની સરહદ પર રક્ષણ કરતા જવાનોને હાથમાં રાખડી બાંધીને પરિવારની ભાવનાનો અહેસાસ પણ કરાવ્યો હતો.

કચ્છ સરહદ પર રાત-દિવસ દેશની સુરક્ષા કરી રહેલ જવાનોનાં હાથમાં રાખડી બાંધીને જવાનોને તમામ આફતોનો સામનો કરી દેશને સલામત રાખે એવી બહેન દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી. ભુજ ખાતે આયોજિત રક્ષાબંધન કાર્યકમમાં કચ્છનાં સાંસદ વિનોદ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યમાંથી બહેનો દ્વારા મોકલવામાં આવેલ રાખડી જવાનોનાં હાથે બાંધવામાં આવી હતી.

પોતાનાં પરિવારથી દુર તેમજ વિકટ પરિસ્થિતિમાં પણ સરહદ પર ફરજ બજાવતા જવાનનાં હાથમાં કવચ રૂપી રાખડી બાંધતા જવાનનો ચહેરા પર સ્મિત પણ જોવા મળ્યું હતું. ગીતારબારી ‘તેરી મીટ્ટીમેં મીટ જાવા’ ગીત ગાઈને જવાનોને રક્ષાબંધનનાં તહેવારની શુભેચ્છા પણ પાઠવી હતી.

ગુજરાતી લોકગાયક રાજલ બારોટે પણ એમની બહેનોની સાથે રક્ષાબંધનનાં પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. કુલ 3 બહેનોને રાખડી બાંધીને એમની રક્ષા કરવાનું પણ વચન આપ્યું હતું. ભાઈ ન હોવાથી બહેનો જ એક બીજાને રાખડી બાંધીને રક્ષાબંઘનનાં પર્વની ઉજવણી કરે છે. કોરોનાની મહામારીમાં લોકો એ સાવચેતી રાખીને પર્વની ઉજવણી કરવી એવું રાજલ બારોટે જણાવ્યું પણ હતું.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર રક્ષાબંધન. ત્યારે આજ મૂળ ગોંડલના તથા ઘણાં વર્ષોથી રાજકોટ રહેતા એવાં સાંઈરામ દવેએ પણ પોતાના પરિવારની સાથે રક્ષાબંધનનાં પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. સાંઈરામ દવેનું નામ આજે એક લોક સાહિત્યકાર તરીકે તેમજ હાસ્યકાર તરીકે પણ રાજકોટ સહિત સમગ્ર  રાજ્યમાં જાણીતું છે.

રાજકોટમાં ઘણાં વર્ષોથી રહેતા એવા પ્રખ્યાત ભજનીક હેમંત ચૌહાણે પણ પોતાનાં પરિવારની સાથે રક્ષાબંધનનાં પવિત્ર પર્વની ઉજવણી કરી છે. તેની સાથે કૌરવો તેમજ પાંડવોનાં સમયથી રક્ષાબંધનનો આ પવિત્ર પર્વ ઉજવાતો આવે છે, તેવું પણ એમણે જણાવ્યું હતું.

લોકગાયક કલાકાર પૂનમબેન ગોંડલીયાએ પણ તેનાં ભાઈને રાખડી બાંધીને ઉજવણી કરી છે. ભાઈ બહેનનાં સબંધને લઈને એક ગીત પણ એમણે ગાયું હતું. ત્યારપછી પૂનમબેન ગોંડલીયાએ ભાઈનાં લાંબાં આયુષ્ય માટે પણ પ્રાર્થના કરી હતી તેમજ ભાઈની પાસેથી વચન લેવડાવ્યું કે કોરોનાની આવી મહામારીમાં કામ વગર ઘરની બહાર ન જાય.

જાણીતાં લોકગાયક કલાકર કીર્તિદાન ગઢવીએ પણ રક્ષાબંધનનાં પર્વની ઉજવણી કરી છે. કીર્તિદાન ગઢવીનાં બહેને રાખડી બાંધીને એમનાં લાંબા આયુષ્યની પ્રાર્થના પણ કરી છે. વળી, કીર્તિદાન ગઢવી દ્વારા પણ કોરોના વોરિયર્સ એવા પોલીસ, ડોકટરો તેમજ નર્સિંગ સ્ટાફને માટે પણ એમણે ભગવાનની પાસે પ્રાર્થના કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *