પોતાનો શોખ પૂરો કરવા પ્રધાનમંત્રીએ એવી હરકત કરી કે, દેશમાં સર્જાઈ ગયો મોટો વિવાદ

ફિનલેન્ડનાં 34 વર્ષીય PM સના મારીને ફેશનપત્રિકાનાં ઇન્સ્ટ્રાગ્રામ માટે ફોટા પડાવતા મોટો વિવાદ થયો છે. એમના આ પ્રોફેશનલ વર્તન અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ…

ફિનલેન્ડનાં 34 વર્ષીય PM સના મારીને ફેશનપત્રિકાનાં ઇન્સ્ટ્રાગ્રામ માટે ફોટા પડાવતા મોટો વિવાદ થયો છે. એમના આ પ્રોફેશનલ વર્તન અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે. પહેલાં તો સનાની ખુબ ટીકા થઇ પરંતુ ત્યારબાદ એના સમર્થનમાં પણ ઘણાં લોકો આવ્યા હતા. એક તસ્વીરમાં PM સના લો કટ બ્લેઝર પહેર્યુ હતું. ટીકાકારોએ લખ્યું હતું કે, આ પોશાક શરીરનું પ્રદર્શન કરનારો છે તેમજ એની વયની મહિલાની તુલનામાં પ્રોફેશનલ અંદાજ જણાતો નથી.

સનાના સમર્થનમાં આવી યુવતીઓ:
સના આમ તો વિવિધ પરીધાનની શોખીન છે પણ ફેશન પત્રિકા માટે તસ્વીર ઘણા લોકોને પસંદ ન આવી. થોડો સમય આ ટ્રેન્ડ ચાલ્યો. ત્યારપછી ઘણી યુવતીઓ “I AM WITH SHNA” હેશ ટેંગ સાથેની પોસ્ટ કરી સમર્થનમાં આવી હતી. કેટલાક પુરુષો તથા મહિલાએ સના જેવા બ્લેઝર પહેરેલા ફોટા પણ પોસ્ટ કર્યા હતાં.

ફેશનપત્રિકા માટે ફોટો પડાવતા સર્જાયો વિવાદ :
કોઇએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પૂતિનની તો ટોપલેસ તસ્વીરોનો દાખલો આપીને સનાનો વિરોધ થવો જોઇએ નહી એવી દલીલ કરવામાં આવી હતી. સના પોતે ઇન્સ્ટગ્રામ સહિત સોશિયલ મીડિયામાં પોતાના તેમજ પરીવારના ફોટા પોસ્ટ કરતી રહેતી હોય છે.

થોડા સમય અગાઉ બોયફેન્ડ માર્કસ ટકિસડોની સાથે લગ્ન કર્યા હતા ત્યારે વેડિંગ ગાઉન પહેરેલ તસ્વીર પોસ્ટ કરીને જાણ કરી હતી. સના મોટી સંખ્યામાં ફેન ફોલોવર ધરાવે છે પણ હાલમાં ફેશન પત્રિકા માટે ફોટા પડાવતા વિવાદ સર્જાયો છે. યૂરોપના નાના એવા ફિનલેન્ડ દેશની કમાન યુવા મહિલાના હાથમાં રહેલી છે.

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીની સાના મરીન 34 વર્ષની નાની ઉંમરમાં PM નું પદ સંભાળી રહી છે. સના ફક્ત ફિનલેન્ડ જ નહી પરંતુ દુનિયાની સૌથી નાની ઉંમરની વડાપ્રધાન છે. સાના મરીન એડમિનિસ્ટ્રેટિવ સાયન્સમાં સ્નાતક સાના મરીન વર્ષ 2012માં ટેમ્પેયર ટાઉન કાઉન્સિલની સભ્ય બની હતી. વર્ષ 2015 માં પહેલી વખત પાર્લામેન્ટમાં ચૂંટાઇને ફિનલેન્ડની ટ્રાંસપોર્ટ મંત્રી રહી હતી. ગયાં વર્ષની ચૂંટણી બાદ એ દેશની PM બની હતી.

 

View this post on Instagram

 

Ylpeänä esittelemme: lokakuun Trendin kannessa loistaa mieletön @sannamarin ??⠀ ⠀ Pääministeri Sanna Marinilla on eturivin paikka esimerkkinä, esikuvana, asioiden muuttajana ja vaikuttajana. Työ on paineistettua, mutta hyvät unenlahjat ja rautaiset hermot auttavat. Mutta Marin tunnustaa myös, että uupumuksen tunteet saattavat tulla myöhemmin:⠀ ⠀ ”On selvää, että nämä vuodet jättävät jälkensä. Tämä ei ole tavallista työtä eikä tavanomaista elämää vaan raskasta monellakin tavalla. Voi olla, että paine ja uupumus kertyvät ja tulevat myöhemmin. Tilanteissa on ollut pakko laittaa tunteet sivuun, mutta kyllähän ne kasautuvat.” ⠀ ⠀ Lue kiinnostava haastattelu kokonaisuudessaan tänään lehtihyllyille saapuneesta Trendistä! Antoisia lukuhetkiä! ? ⠀ ⠀ Kuva: @jonaslundqvist⠀ Tyyli: @suvipout

A post shared by Trendi & Lily (@trendimag) on

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *