તલાટીએ ત્રણ વર્ષ અગાઉ હજારોની લાંચ માંગી હતી જેની તપાસમાં બહાર આવી વિગતો અને થયો કેસ

મૂળ કોસંબા તા.માંગરોળ જી.સુરતના મોહમદ અયુબ યુસુફ મિર્ઝા નામના તલાટી કમ મંત્રી કે જેઓ ૨૦૧૭ માં પાલોદ કોઠવા ગ્રામ પંચાયતમાં વર્ગ- ૩ અધીકારી તરીકે ફરજ…

મૂળ કોસંબા તા.માંગરોળ જી.સુરતના મોહમદ અયુબ યુસુફ મિર્ઝા નામના તલાટી કમ મંત્રી કે જેઓ ૨૦૧૭ માં પાલોદ કોઠવા ગ્રામ પંચાયતમાં વર્ગ- ૩ અધીકારી તરીકે ફરજ પર હતા.

પોલીસે ત્રણ વર્ષ દરમ્યાન આ કામના લાંચના છટકાના ફરીયાદીના અસીલની કોઠવા ગામમાં આવેલ જમીન બીન-ખેતીની કરવા માટે ગ્રામ પંચાયત કચેરીમાંથી સદર જમીન ઉપર કોઇ લેણા નથી તે અંગેના એન.ઓ.સી. ની જરૂર હોય અને આ એન.ઓ.સી. આપવાના અવેજ પેટે પાલોદ કોઠવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મોહમદ અયુબ યુસુફ મિર્ઝા નાઓએ રૂ. ૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ .

જે બાબતે ફરીયાદીશ્રીની તા.૨૮/૦૪/૨૦૧૭ ના રોજની ફરીયાદ આધારે તત્કાલીન પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે., નાઓએ તા.૨૯/૦૪/૨૦૧૭ ના રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ લાંચની માંગણી કરેલ હતી પરંતુ લાંચ સ્વીકારેલ નહી. જે અન્વયે શ્રી એસ.એન.દેસાઇ પો.ઇન્સ. સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. નાઓએ પ્રાથમિક તપાસ હાથ ધરતા ઉપરોક્ત આરોપીએ લાંચની રકમની માંગણી કરેલ હોવાનું તપાસમાં જણાઇ આવેલ હોય પ્રાથમિક તપાસ કરનાર અધિકારીશ્રીએ સરકારશ્રી તરફે ફરીયાદી બની ગુન્હો દાખલ કરાવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *