સુરતના ઉમિયાધામ નજીક આવેલ એમ્બ્રોડરીના કારખાનમાં લાગી આગ :જુઓ વિડીયો

Fire at Embroidery factory near Umiyadham in Surat: Watch video

Sponsors Ads

સુરતના વરાછા વિસ્તારમા આવેલા એમ્બ્રોડરીના કારખાનામા આગ લાગતાની સાથે જ સ્થાનિક લોકોમાં દોડધામનો માહોલ છવાઈ ગયો હતો. આગ લાગતાનો કોલ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

Sponsors Ads

સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી,ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાપડમાં પ્રસરી જતાં આસપાસ ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગનો કોલ મળતાની સાથે જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.


Loading...

ચાર જેટલી ફાયર ફાયટરની ટીમ આગ પર કાબૂ મેળવવા લાગી હતી. અંદાજિત એક કલાક ની જહેમદ બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવતા લોકોએ રાહતમો શ્વાસ લીધો હતો. આગના કારણે કારખાનાનો તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યાં આગ લાગી ત્યાં કોઈ જ જાતના ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યાં નહોતાં. સાથે જ સાંકડી જગ્યા હોવાથી ગાડીઓને ઘટના સ્થળે પહોંચતા થોડી અડચણો નડી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Sponsors Ads

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...