સુરત GIDC ની વધુ એક મિલ બળીને ખાક- એકસાથે પાંચ ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી

સુરત (Surat) શહેરમાં વધુ એક જગ્યાએ આગ ની ઘટના સામે આવી છે. સુરત શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં GIDC માં આગ ની ઘટના બનતા તંત્ર તાત્કાલિક…

સુરત (Surat) શહેરમાં વધુ એક જગ્યાએ આગ ની ઘટના સામે આવી છે. સુરત શહેરના પાંડેસરા (Pandesara) વિસ્તારમાં GIDC માં આગ ની ઘટના બનતા તંત્ર તાત્કાલિક દોડતું થયું હતું. મળતી માહિતી અનુસાર પાંડેસરા GIDC માં આવેલી ન્યુ પારસ મિલમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. આગ લાગ્યાના સમાચાર મળતા જ ફાયર વિભાગની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી, અને આગને કાબૂમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. છેલ્લા થોડા સમયમાં આગની ઘટનાઓએ વેગ પકડ્યો છે. ત્યારે ફરી એક વખત પાંડેસરા GIDCમાં એક મિલમાં આગ લાગતા લોકોમાં અફરાતફરી મચી હતી.

મળતી માહિતી અનુસાર, મિલમાં કામ કરતા કોઈ કામદારને જાનહાની થઈ નથી. ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આગ કાબૂમાં લીધી હતી. હાલ સમગ્ર મિલને કુલિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *