સુરતનાં વરાછા વિસ્તારમાં દારૂની બોટલોથી છલોછલ કારમાં અચાનક જ ભભૂકી ઉઠી આગ – જુઓ વિડીયો

Published on: 12:03 pm, Thu, 28 January 21

રાજ્યમાંથી અવારનવાર દારૂની હેરાફેરી કરનાર બુટલેગરોને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હોવાંની ઘટના સામે આવતી હોય છે. આની સાથે-સાથે આપને જણાવી દઈએ કે, રાજ્યના સુરત શહેરમાં ગુનાઓના પ્રમાણમાં સતત વધારો થવાં જઈ રહ્યો છે.

થોડા દિવસ અગાઉ જ શહેરમાં આવેલ અમરોલી વિસ્તારમાં કારમાંથી દેશી દારૂની હેરાફેરી કરી રહેલ 2 ઇસમોને અમરોલી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતાં. આની સાથે જ પોલીસ દ્વારા કાર અને દેશી દારુ મળીને કુલ 89,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આરોપીઓ દ્વારા પોલીસથી બચવા માટે કારમાં પ્લાસ્ટિકની ગુણમાં દેશી દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હતો. જેની તપાસ કરતાં પોલીસને કુલ 180 લિટર જેટલો દારૂ મળી આવ્યો હતો. જેને કારણે પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આની સાથે જ આવી અન્ય એક દારૂની ઘટનાને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આવેલ વરાછા વિસ્તારની ઇશ્વરકૃપા 3 રસ્તા નજીક આહિર સમાજની વાડી પર પાર્ક કરેલ કારની રેનોલ્ટની ક્વીડકારમાં આગ ભભૂકી ઊઠી હતી.

જાણ થતાંની સાથે જ ફાયર બ્રીગેડને જાણ કરી દેતા ફાયર બ્રીગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો ત્યારે કારમાંથી દારૂની ભરેલી કુલ 62 બાટલી તથા કુલ 5 ખાલી મળી આવી હતી. બોનેટની નીચે પણ બાટલીઓ સંતાડી રાખવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસની તપાસમાં કારની નંબર પ્લેટ બોગસ નીકળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle