સુરત: આ શાળામાં ફાયર સેફટીની અપૂરતી સુવિધા હોવાથી ફાયર વિભાગે માર્યા શીલ

સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ની અપૂરતી સુવિધા સામે ફાયરની કામગીરી કરવામાં આવી છે. શહેરની આ તમામ સંસ્થાઓ અને શાળા તેમજ હોસ્પિટલો ને ફાયર…

સુરત ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી ની અપૂરતી સુવિધા સામે ફાયરની કામગીરી કરવામાં આવી છે. શહેરની આ તમામ સંસ્થાઓ અને શાળા તેમજ હોસ્પિટલો ને ફાયર ની અપૂરતી સુવિધાના પગલે અવારનવાર નોટિસ આપ્યા છતાં ઉદાસીન વલણ દાખવવામાં આવ્યું હતું.

તેને પગલે શહેરની અનેક શાળાઓ હોસ્પિટલ,કોમર્શિયલ કોમ્પ્લેક્ષ સામે શીલની કાર્યવાહી કરાઈ. લંબે હનુમાન રોડ પર આવેલ ક્રિષ્ના વિધાલય, પુનાગામ ખાતે આવેલ અર્ચના વિદ્યા સંકુલ, ઉધના મગદલ્લા ખાતે આવેલ પી.આર.ખાટીવાળા સ્કૂલને સીલ કરવાની  કામગીરી કરાઈ.

આ સિવાય નવસારી બજાર ખાતે આવેલ રોઝ બડઝ પ્લે સેન્ટર એન્ડ નર્સરી સ્કૂલ ને પણ શીલ કરવામાં આવી છે. તો સુરત રેલવે સ્ટેશન નજીક નેશનલ પ્લાઝા માં આવેલ બે હોસ્પિટલ અને એક ક્લિનિકમાં ફાયર સુવિધા ન હોવાથી સીલ કરાઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *