મુસાફરો ભરેલી બસમાં અચાનક લાગી ગઈ આગ- જુઓ વિડીયો

સુરતમાં ઉનાળાની શરૂઆત થાય એ પહેલા જ વધુ એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સુરત સીમાડા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહેલી  BRTS…

સુરતમાં ઉનાળાની શરૂઆત થાય એ પહેલા જ વધુ એક BRTS બસમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. સુરત સીમાડા નાકા વિસ્તારમાંથી પસાર થઇ રહેલી  BRTS બસમાં અગમ્ય કારણોસર અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસ ભાગ મચી જવા પામી હતી. નજરે જોનારાઓનું માનીએ તો શોટ સર્કિટ થી આગ લાગવાનું અનુમાન લગાવાય રહ્યું છે.

ગણતરીની સેકન્ડ માં જ સામાન્ય આગે આખી બસ ને જ્વાળાઓમાં સમાવી લીધી અને બસ સળગવા લાગી હતી. ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોચીને બસની આગ બુઝાવવાના કામે લાગી ગઈ છે. સદનસીબે સમયસુચકતાને કારણે બસમાં સવાર તમામ લોકો નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી.

પ્રત્યક્ષદર્શી એ જણાવ્યું કે ડ્રાઈવરને ધુમાડો દેખાતા ની સાથે જ બસનો મેઈન ગેટ ખોલીને પેસેન્જરોને સુરક્ષિત રીતે ઉતારી દીધા હતા. તેમના જણાવ્યા પ્રમાણે આ બીઆરટીએસ બસમાં ૯ જેટલા પેસેન્જર હતા. જોકે ડ્રાઈવર ની સાવચેતી ને કારણે આ નવ જેટલા પેસેન્જરોનો સુરક્ષિત રીતે બચાવ થયો હતો. નાયકે જણાવ્યું હતું કે બસ ડ્રાઈવર નું નામ કિરણ દેસાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નાના-મોટા વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે જેના પાછળનું એક કારણ વધતી વધતી જતી ગરમી પણ હોવાનું માનવામાં આવી રહ્યું છે , તો બીજી બાજુ વાહનમાં ક્યાંક નાની-મોટી શોર્ટસર્કિટને કારણે પણ અવારનવાર આગ લાગતી હોય છે. સુરતમાં એક વર્ષ અગાઉ બીઆરટીએસ બસ સળગી જવાની ઘટના બની હતી ત્યારે તાજેતરમાં એક વાર ફરીથી સુરતના સીમાડા નાકા પાસે બીઆરટીએસ બસ સળગી હોવાનો વિડીયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે બસ સંપૂર્ણપણે સળગી રહી છે. જો કે ફાયર વિભાગ અહીં પહોંચે ત્યાં સુધી બસ બધી બાજુથી આગમાં જકડાઈ ગઈ હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *