આકાશમાં દેખાયો અદ્ભુત નજારો: ખરતા તારાની જેમ પડતા અગ્નગોળા કેમેરામાં થયા કેદ, લોકોમાં સર્જાયું કુતુહલ

રાજસ્થાન(Rajasthan)માં પાકિસ્તાન(Pakistan) સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બુધવારે રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જોરદાર ધડાકા સાથે જોવા મળેલ લાઈટના કારણે સનસનાટી…

રાજસ્થાન(Rajasthan)માં પાકિસ્તાન(Pakistan) સરહદને અડીને આવેલા વિસ્તારોમાં બુધવારે રાત્રે બનેલી એક ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા. અહી આકાશમાં જોરદાર ધડાકા સાથે જોવા મળેલ લાઈટના કારણે સનસનાટી ફેલાઈ ગઈ હતી. જણાવવામાં આવ્યું હતું કે, આ લાઈટ પાકિસ્તાન બોર્ડર તરફ જઈ રહી હતી.

આ ઘટના બુધવારે રાત્રે લગભગ 8:30 વાગ્યે શ્રીગંગાનગરના સુરતગઢમાં બની હતી. અચાનક એક જોરદાર ધડાકા સાથે આકાશમાં પ્રકાશ દેખાયો. આ રોકેટ જેવો પ્રકાશ ધીમી ગતિએ જતો જોવા મળ્યો હતો. આ દરમિયાન, કેટલાક લોકોએ તેનો વીડિયો પણ બનાવ્યો હતો. સુરતગઢ ઉપરાંત બિકાનેર, ખજુવાલા અને રાવલા સુધી આ લાઈટ દેખાતી હતી. આશંકા છે કે, તેઓ સરહદ નજીક જમીન પર પડ્યા છે. જોકે, હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

સ્થાનિક પ્રશાસન આ ઘટના અંગે માહિતી મેળવવામાં વ્યસ્ત છે. જાણવા મળ્યું છે કે, 8-10 અગનગોળાનું આ જૂથ સુરતગઢના આકાશમાંથી પસાર થયું હતું. આ લાઈટ પાકિસ્તાનના સરહદી વિસ્તાર તરફ જતી જોવા મળી હતી. આ અગનગોળા ઉલ્કાપિંડ છે કે બીજું કંઈ એ હજુ સુધી પુષ્ટિ થઈ નથી.

23 ડિસેમ્બર 2020ના રોજ, બિકાનેર-સુરતગઢ હાઇવે પર 6 ઉલ્કા તૂટવાની ઘટના કેપ્ચર કરવામાં આવી હતી. આકાશમાં અસંખ્ય તારાઓ વચ્ચે કેટલાક ખરતા તારા ફોટામાં કેદ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *