વૉટ્સએપની મદદથી હેકર્સ ચોરે છે તમારા મોબાઇલની ફાઇલ્સ, જાણો અહીં

Published on Trishul News at 6:27 PM, Sat, 6 July 2019

Last modified on July 6th, 2019 at 6:27 PM

વૉટ્સએપ દુનિયાની સૌથી વધારે લોકપ્રિય મેસેજિંગ એપ છે, પરંતુ ઘણીવાર વૉટ્સએપ દ્વારા લોકો હેકિંગના શિકાર પણ બને છે. આ સીધું નથી થતું, પરંતુ હેકર્સ વૉટ્સએપનો સહારો લઈને યૂઝર્સને ટાર્ગેટ કરે છે. જો તમારા સ્માર્ટફોનેમાં વૉટ્સએપ છે અને ફાયરફૉક્સ પણ છે તો કદાચ તમારા માટે કોઇ અજાણી ફાઇલ ખોલવી ખતરારૂપ નીવડી શકે છે.

આમ તો આસમસ્યા વૉટ્સએપથી નહીં, પરંતુ ફાયરફૉક્સ બ્રાઉઝરની ખામીથી થાય છે. જેનો ફાયદો ઉઠાવી હેકર્સ વૉટ્સએપ યૂઝર્સ યૂઝર્સના સ્માર્ટફોનમાંથી ડેટા ચોરે છે. આ આખો ખેલ અટેચમેન્ટનો છે. એટલે જ તમારા મોબાઇલ કે કમ્પ્યૂટરમાં કોઇ અજાણ્યાં અટેચમેન્ટ ન ખોલાં. કારણકે હેકર્સ માટે તમારા ડિવાઇઝમાઅં સ્ક્રિપ્ટ મોકલવાનો સૌથી સરળ રસ્તો હોય છે, જેના શિકાર ઘણા યૂઝર્સ બને છે.

સમસ્યા એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝર્સ સાથે જ છે. ઇટલીના એક ટ્વિટર યૂઝર evaristegal0is એ ટ્વિટરમાં એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેમણે ડેમોસ્ટ્રેશન બતાવ્યું છે. જ્યાં તમે જોઇ શકો છો કે, વૉટ્સએપના અટેચમેન્ટને Open as Firefox કર્યા બાદ હેકરનું કામ સરળા બની જાય છે. હા જોકે તેનાથી વૉટ્સએપ દ્વારા મોકલેલી ફાઇલની જ ચોરી થઈ શકે છે.

સિક્યૉરિટી રિસર્ચરના જણાવ્યા અનુસાર, જો તમે વૉટ્સએપ અને ફાયરફોક્સ એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ઉપયોગ કરતા હોય તો, રિસીવ કરેલ HTML કે SVG ફાઇલ્સને વૉટ્સએપમાં ન મોકલો. કોઇ અટેકર તમારી પાસે મોકલેલ ડોક્યૂમેટ્સ સરળતાથી ચોરી કરી શકે છે, જે તમારી વૉટ્સએપ ડિરેક્ટરીમાં સેવ્ડ છે.

અત્યારે તો એ જાણવું પણ ઉશ્કેલ છે કે, આ કોઇ ખામી છે કે ફીચર. પરંતુ આ વીડિયોમાં એ વાતની સાબિતી છે કે, વૉટ્સએપથી મોકલેલ ડોક્યૂમેન્ટ્સની ચોરી થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "વૉટ્સએપની મદદથી હેકર્સ ચોરે છે તમારા મોબાઇલની ફાઇલ્સ, જાણો અહીં"

Leave a comment

Your email address will not be published.


*