જયારે તમારી આસપાસ કોઈ ન હોય, અને હાર્ટઅટેક અથવા ઈમરજન્સી આવી જાય તો શું કરવું? જાણો અહીં

તમે જાણતા હશો કે કોઈ વ્યક્તિને ઈમરજન્સી સમયે વાગી જાય છે ત્યારે તેમને ફર્સ્ટએડની મદદથી સારવાર કરી શકાય છે. પણ આ જ ફર્સ્ટ એડ કીટથી…

તમે જાણતા હશો કે કોઈ વ્યક્તિને ઈમરજન્સી સમયે વાગી જાય છે ત્યારે તેમને ફર્સ્ટએડની મદદથી સારવાર કરી શકાય છે. પણ આ જ ફર્સ્ટ એડ કીટથી તમે એકલા હોવ અને કોઈ મેડિકલ ઈમરજંસી આવે તો પોતાને કેવી રીતે ઉગારી શકો છો તે જાણવું જરૂરી છે. UKની સેન્ટ જોસેફ એમ્બ્યુલંસના ક્લિનિકલ ડિરેક્ટર એલાન વીઅરે જણાવતા કહ્યું હતું કે, “સામાન્ય ઈજા કે બીમારીમાં તમે પોતાની જાતની સારવાર અન્યોની કરો છો તેમ જ ફર્સ્ટ એડથી કરી શકો છો. પરંતુ હાર્ટ અટેક આવે ત્યારે પરિસ્થિતિ બદલાઈ જાય છે.”

હાર્ટઅટેકના કારણે કાર્ડિયાક અરેસ્ટનું જોખમ પણ રહેલું છે. કાર્ડિયાક અરેસ્ટ અને હાર્ટ અટેક વચ્ચેનો તફાવત જણાવતાં એલાન વીઅર કહે છે કે, “હાર્ટ અટેક આવે ત્યારે વ્યક્તિ રિસપોન્સ આપે છે અને હૃદયના ધબકારા ચાલુ હોય છે. જ્યારે કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિ કોઈ પ્રતિક્રિયા આપી નથી શકતું અને હૃદય શરીરમાં લોહીને ફરતું રાખવાનું કામ બંધ કરી દે છે.”

જો આવી પરિસ્થિતિ સર્જાય તો શું કરવું જોઈએ?

108 કે અન્ય કોઈ ઈમરજંસી નંબર પર ફોન કરીને તમને હાર્ટ અટેક આવ્યો હોવાની શક્યતા છે તે જણાવી શકાય છે. અને જ્યાં સુધી કોઈ તમારી પાસે ન આવે ત્યાં સુધી તમારે આરામ કરવો જોઈએ. કારણકે કોઈ પણ પ્રકારનું હલનચલન કરવાથી હૃદયને તકલીફ પડે છે. હાર્ટઅટેક આવે ત્યારે ઘૂંટણવાળીને ખભા અને માથાને દિવાલ પર ટેકવીને બેસો. આ રીતે બેસવાથી હૃદય પર દબાણ ઓછું આવશે. એસ્પ્રિન(ASPIRIN) ટેબલેટને જીભ નીચે મૂકીને ચૂસો. (જો તમને આ દવાથી કોઈ એલર્જી ન હોય તો જ લેવી) આમ કરવાથી હાર્ટ અટેક આવ્યા બાદ તબિયત વધુ ખરાબ થતી અટકશે. વધારે પડતું ટેન્શન કરવાથી તમારા શરીરને શ્રમ પડશે જેના કારણે બચવાના ચાન્સ ઘટી જશે. ખાસ વાત તો એ છે કે આ સમયે એકદમ શાંતિ રાખવી જોઈએ.

વધારે પડતું લોહી નીકળતું હોય તો શું કરવું?

જ્યાં વાગ્યું હોય ત્યાં સીધું દબાણ આપો. હાથ વડે, રૂમાલ કે કોઈ કપડાં વડે જ્યાંથી લોહી નીકળતું હોય ત્યાં દબાવી દેવું. 108 કે અન્ય કોઈ ઈમરજંસી સેવામાં ફોન કરીને જાણ કરો. ઘા પર દબાણ જાળવી રાખવા માટે બેન્ડેજ કે ડ્રેસિંગ કરવાનો પ્રયાસ કરો. જો કરી શકતા હોવ તો જ કરવું. ઘામાં ફસાયેલી કોઈ વસ્તુને ખેંચવાનો પ્રયાસ ન કરો. તેના બદલે એ જગ્યાએ દબાણ આપો.

ગૂંગળામણ થાય ત્યારે આટલું કરો

આસપાસના લોકો પાસેથી મદદ લેવાની કોશિશ કરો. જો નજીકમાં કોઈ ના હોય તો ઈમરજંસી નંબર પર ફોન કરીને મદદ માગો. જોરથી ઉધરસ ખાવાનો પ્રયાસ કરો જેથી કરીને જે પણ અવરોધ હોય તે દૂર થાય. તમારા પેટ ઉપર જોરથી મૂક્કો મારવાનો પ્રયાસ કરો. પેટની ડૂંટીથી ઉપર અને પાંસળીઓથી નીચેના ભાગમાં જોરથી મુક્કો મારવો.

હાડકું ભાંગી જાય તો શું કરવું?

એલાન કહે છે કે, “હાડકાં તૂટવા એ જીવ જોખમાય તેવી સ્થિતિ નથી. પરંતુ ડોક્ટર પાસે પહોંચો ત્યાં સુધી દુઃખાવો ઓછો કરવાનો પ્રયાસ કરી શકાય છે. જો કે તૂટેલા ભાગનું બહુ હલનચલન ન કરવું કારણકે તેનાથી દર્દ વધે છે.”

તૂટેલા હાડકાં માટે શું કરવું? જાણો અહીં

જો ફ્રેક્ચર ખુલ્લું હોય તો શુદ્ધ કરેલા કપડાં વડે ત્યાં ડ્રેસિંગ કરી દો. ઘા ઉપર દબાણ લાવો. બહાર નીકળેલા હાડકાં પર કોઈપણ પ્રકારનું દબાણ કરવું નહીં. જો શક્ય હોય તો તેના પર બેન્ડેજ લગાવો. તૂટેલા અંગની ઉપર અને નીચેની તરફ પૂંઠા મૂકીને તેને ટેકો આપવાનો પ્રયાસ કરો. તાત્કાલિક મદદ મેળવવા માટે ઈમરજંસી નંબર પર ફોન કરો.

આપણે દાજીયા હોઈએ તો તાત્કાલિક શું કરવું?

દાજ્યા પછી તરત જ તે ભાગ પર ઠંડું પાણી રેડો. પાણી ન મળે તો ઠંડી સપાટી કે કોઈ ઠંડી વસ્તુ તેના પર લગાવો. ઈમરજંસી નંબર પર મદદ માટે કૉલ કરો. બળેલી જગ્યા પર સતત 10 મિનિટ સુધી ઠંડી વસ્તુ કે પાણી મૂકી રાખો. બળેલા ભાગને અડવું નહીં. જ્વેલરી કે કપડું તે ભાગ પરથી હટાવી લો નહિ તો તે બળેલી જગ્યામાં ફસાઈ જશે. જો ક્લિંગ ફિલ્મ હોય તો બળેલી જગ્યા પર ઢીલી બાંધી લો. તે ના હોય તો ચોખ્ખી પ્લાસ્ટિકની કોથળી અથવા તો શુદ્ધ પાટો પણ ઢીલો બાંધી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *