આ વ્યક્તિને જાતીય સબંધ બાંધવાથી થયો ડેન્ગ્યું, જાણો એવું તો શું થયું ?

Sponsors Ads

ખરેખર કોઈ પણ રોગ થવાનું તેનું યોગ્ય કારણ હોય છે, જેમ કે કોઈ સામાન્ય રોગ થયો હોય તો તેની પાછળ જવાબદાર હોય છે હવાનું વાતાવરણ અને તમારું જમવાનું. હવે અહિયાં એક એવી ઘટના સામે આવી છે જે જાણી ને પણ તમે વિશ્વાસ નહિ કરો. સ્પેનમાં દુનિયાનો એવો પહેલો કેસ સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિને શારીરિક સબંધના કારણે ડેંગ્યૂ થયો. સ્પેનની રાજધાની મેડ્રિજમાં 41 વર્ષના એક વ્યક્તિએ પોતાના સજાતીય પાર્ટનર જોડે શારીરિક સંબંધ બનાવેલો, ત્યાર પછી તે ભારે બીમાર પડી ગયો હતો.

Sponsors Ads

આ નોજવાનને સપ્ટેમ્બમાં ડેંગ્યૂ થયો હતો, પણ ડૉક્ટરોને શરૂઆતની સારવાર દરમ્યાન એ તપાસ લગાવવામાં મુશ્કેલી થઈ રહી હતી કે, ડેંગ્યૂ થવાનું કારણ શું છે ? મેડ્રિડ સરકારી સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું કે, જે વ્યક્તિને ડેંગ્યૂ થયો હતો, તેનો પાર્ટનર બીમાર ગયો હતો, ત્યાંથી ડેંગ્યૂનો વાયરસ તેના શરીરમાં આવ્યો હતો.


Loading...

બીમાર થયેલ વ્યક્તિ એવા વિસ્તારમાં રહે છે, જ્યાં ડેંગ્યૂનો વાયરસ હોતો જ નથી. ડૉક્ટરોએ સારવાર દરમ્યાન દર્દીને પૂછેલું કે શું તે કશે બહાર ફરવા ગયો હતો, જ્યાંથી ડેંગ્યૂનો વાયરસ વધારે હોય. જેમ જેમ સારવાર આગળ વધી, ડૉક્ટરોએ સંભાવના દર્શાવી કે, સજાતીય સંબંધ બાંધવાનો કારણે તેના પાર્ટનરમાંથી તે વાયરસ તેના શરીરમાં ઘુસ્યો છે.

Sponsors Ads

બીમાર વ્યક્તિના પાર્ટનરના લક્ષણો પણ એવા જ હતા, પણ તેને તેની અસર ઓછી હતી. અને તે પહેલા ક્યૂબા અને ડૉમિનિકન રિપબ્લિક પણ જઈ આવ્યો હતો. બંનેના વીર્યની તપાસ પછી એ વાતનો ખુલાસો થયો કે, બંને માત્ર ડેંગ્યૂ જ નથી પણ બંનેના શરીરમાં એ જ વાયરસ છે, જે ક્યૂબામાં જોવા મળે છે.

દુનિયામાં પહેલીવાર આ રીતનો કિસ્સો સામે આવ્યો, જ્યાં સંબંધ બાંધવાને કારણે ડેંગ્યૂ થયો. ડેંગ્યૂ એક વાયરલ બીમારી છે, જે સંક્રમિત એડીજ ઈજિપ્ટી મચ્છરના કરડવાને કારણે થાય છે. આ મચ્છરનો આકાર લગભગ 5mm હોય છે. કાળા રંગના આ મચ્છર પર સફેદ ધારી હોય છે. આ મચ્છર દિવસે કરડે છે. ખાસ કરીને સવારે અને સાંજે અંધારું થવા પહેલા.

આ બીમારી માટે કોઈ એન્ટીવાયરલ દવા નથી કે કોઈ રસીકરણ પણ નથી. આ બીમારીની જલદી ખબર પડવી અને ડૉક્ટરોની દેખરેખમાં સારવાર જરૂરી છે.

ડેંગ્યૂ થાય તો શું શું અનુભવાય ?

મચ્છર કરડયા પછી તેના લક્ષણો 3 થી 14 દિવસમાં સામે આવે છે. અચાનક તાવની સાથે માથાનો દુખાવો, આંખોમાં દુખોવો, માંસપેશીઓ અને સાંધામાં દુખાવો થવા લાગે છે. ડેંગ્યૂ હેમોરેજિક તાવ આ બીમારીનું ગંભીર રૂપ છે. આ દરમ્યાન પેટમાં દુખાવો, ઉલ્ટી, બ્લીડિંગ પણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...