ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આ દિગ્ગજે શરૂ કરી હતી ક્રિકેટ-બોલિવૂડની ‘લવ કેમેસ્ટ્રી’, જાણો કોણ હતી એ બોલિવૂડ અભિનેત્રી.

બોલિવૂડ અને ક્રિકેટનો સંબંધ ઘણો જૂનો અને જાણીતો છે. જો ભૂતકાળને ચકાસશો તો એવા અનેક ક્રિકેટર હતા જેમણે બોલિવૂડની હીરોઇનોના દિલો પર રાજ કર્યું હતું જ્યારે કેટલીક એવી બોલિવૂડની હીરોઇનો પણ હતી જેમને ક્રિકેટરોના દિલ ઘાયલ કર્યા હતા. જોકે આ સિલસિલાની શરૂઆત ક્યારેથી થઈ તે વિશે આજે અમે તમને જણાવીશું.

વિજડન દાયકાના પાંચ સર્વશ્રેષ્ઠ ક્રિકેટર્સમાં સામેલ કેરેબિયાઈ દિગ્ગજ સર ગૈરી સોબર્સ(Garfield Sobers) આજે 83 વર્ષના થયા છે. ડબ્લ્યૂજી ગ્રેસ ‘ફાદર ઓફ ક્રિકેટ’ માનવામાં આવતા હતા જ્યારે સોબર્સ ક્રિકેટને નવી ટોચે લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે ક્રિકેટ અને બોલિવૂડ સિતારા વચ્ચે સંબંધોની શરૂઆત કરવાનો શ્રેય સોબર્સ અને જે તે સમયની બોલિવૂડ અભિનેત્રી અંજૂ મહેન્દ્રૂને જાય છે.

મીડિયા રિપોર્ટ મુજબ સોબર્સ અને અંજૂ મહેન્દ્રૂની પહેલી મુલાકાત 1967માં થઈ હતી. જ્યારે વેસ્ટઇન્ડીઝની ટીમ ભારતના પ્રવાસે આવી હતી. આ પ્રવાસ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમની ચર્ચા ઘણી ફેલાઈ હતી. એવું પણ કહેવામાં આવે છે કે અંજૂ અને સોબર્સના લગ્ન લગભગ નક્કી હતા પરંતુ એવું બની ન શક્યું. અંજૂના માતા-પિતાને આ રિલેશનશિપથી નારાજગી હતી. જોકે ક્રિકેટ અને બોલિવૂડના ‘લવ કપલ’માં આ બન્નેનું નામ આજે પણ યાદ કરવામાં આવે છે.

આપને જણાવી દઈએ કે દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર સોબર્સ તે સમય ક્રિકેટના દરેક ફોર્મેટમાં નિપૂર્ણ હતા. 1968માં ઇંગ્લિશ કાઉંટીમાં નોટિંઘમશાયર તરફથી રમતા ગ્લેમોર્ગનના મેક્લમ નેશની ઓવરની દરેક બોલ પર છગ્ગો ફટકાર્યો હતો એટલે કે 6 બોલમાં 6 છગ્ગા લગાવ્યા હતા. તે સમય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આવું પહેલીવાર જોવા મળ્યું હતું. સોબર્સે ક્રિકેટ કરિયરમાં વેસ્ટઇન્ડીઝ માટે 93 ટેસ્ટ મેચ રમ્યા જેમાં 57.78 ની એવરેજથી 8032 રન બનાવ્યા અને 235 વિકેટ પોતાના નામે કર્યા. સોબર્સના નામે 26 સદી અને 30 અડધી સદી છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: