કોરોના મહામારીના ચાર મહિના બાદ પહેલી વાર માસ્ક પહેરીને જોવા મળ્યા ટ્રમ્પ- કહી આ મોટી વાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે વાર વખત જાહેરમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા છે. તેઓ રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ જાવાનોને મળવા ગયા હતા.…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે વાર વખત જાહેરમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા છે. તેઓ રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ જાવાનોને મળવા ગયા હતા. તેમણે કાળું માસ્ક પહેર્યું હતું અને તેની પર પ્રેસિડેન્શિયલ સિમ્બોલ લાગેલો હતો. મીડિયાએ તેમને માસ્ક પહેવરવા અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું ક્યારેય માસ્ક પહેરવાની વાતનો વિરોધી નથી રહ્યો. તેમણે આ મુદ્દે કહ્યું કે માસ્કને પહેરવાનો ચોક્કસ સમય અને જગ્યા હોય છે.

ટ્રમ્પે આગળ જણાવતા કહ્યું કે તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે મારી પાસે હમેશાં એક માસ્ક હોય જ છે. મારું માનવું છે કે જ્યારે તમે હોસ્પિટલમાં જાવા છો અને ખાસ કરીને જ્યારે કોઈ સૈનિક સાથે તમારે વાત કરવાની હોય છે, જેનું તાજેતરમાં જ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો આવા સંજોગોમાં માસ્ક પહેરવું સારું બની રહે છે.

ટ્રમ્પ પર દબાણ વધ્યું

સીએનએનના રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસના સહયોગીઓ અને રાજકીય સલાહકારોના અભિયાનના કારણે ટ્રમ્પે માસ્ક પહેરવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પની સાથેના બીજા સ્ટાફે પણ કાળા માસ્ક પહેર્યા હતા.

વ્હાઈટ હાઉસમાં પણ મળ્યા છે કોરોના પોઝિટિવ કેસ

અમેરિકામાં કોરોના સંક્રમણ રોકવા માટે સરકાર લોકોને જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરવાની સલાહ આપી છે. તેનાથી વિરુદ્ધ ટ્રમ્પ આ વાતને માનતા નથી. તેઓ કોઈ પણ રેલી, બ્રિફિંગ કે બીજી જગ્યાઓ પર માસ્ક સાથે જોવા મળતા નથી. વ્હાઈટ હાઉસના સ્ટાફના પણ કેટલાક લોકો કોરોના પોઝિટિવ છે, છતાં ટ્રમ્પ માસ્ક પહેર્યો ન હતો.

અમેરિકા કોરોનાવાઈરસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત

અમેરિકા કોરોનાવાઈરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં 33.55 લાખથી વધુ મામલાઓ સામે આવ્યા છે. શનિવારે 61 હજાર 719 કેસ નવા આવ્યા છે. તેમાંથી 1.37 લાખ લોકોના મૃત્યુ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *