સાડા પાંચ વર્ષના બાળકે બતાવી અનોખી દેશભક્તિ- 2000 ફૂટ ઊંચો સાંકળેશ્વરી માતાનો પહાડ ચઢીને લહેરાવ્યો ત્રિરંગો

હાલ એક દિલ જીતી લેનારી ઘટના સામે આવી છે. પાલનપુર (Palanpur)માં રહેતા સાઈકલિસ્ટ મેહુલ મોદીના સાડા પાંચ વર્ષના દીકરાએ તેના પિતા સાથે પાલનપુરથી વિરમપુર જવાના…

હાલ એક દિલ જીતી લેનારી ઘટના સામે આવી છે. પાલનપુર (Palanpur)માં રહેતા સાઈકલિસ્ટ મેહુલ મોદીના સાડા પાંચ વર્ષના દીકરાએ તેના પિતા સાથે પાલનપુરથી વિરમપુર જવાના માર્ગ પર આવેલો સાંકળેશ્વરી પહાડ માત્ર બે કલાકમાં ચઢી ગયો હતો. વરસાદી વાતાવરણના લીધે અનેક જગ્યાએ પહાડ પર ચઢવામાં તકલીફો પડી હોવા છતાં યોહાને હિંમત હારી નહોતી.

જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ હિંમત વધતી ગઈ:
આ અંગે યોહાનના પિતા મેહુલ મોદીએ જણાવ્યું કે, અમે રવિવારે સવારે 6:30 વાગે સાંકળેશ્વરી પહાડ ચઢવાની શરૂઆત કરી હતી. તેમજ સાથે માત્ર પીવાનું જરૂરિયાત પૂરતું પાણી અને કેટલાક ફ્રુટ લીધા હતા. વરસાદના લીધે ચઢવામાં થોડી તકલીફ પડી રહી હતી પરંતુ જેમ જેમ ઉપર ચઢતા ગયા તેમ તેમ હિંમત વધતી ગઈ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું અવારનવાર આવતો હોવાથી મને કોઈપણ પ્રકારની તકલીફ નહોતી. પરંતુ મને સુખદ આશ્ચર્ય એ વાતનું હતું કે મારો દીકરો આટલી નાની ઉંમર હોવા છતાં પણ તે સરળતાથી ઉપર ચઢી રહ્યો હતો. તેણે હિંમત બતાવીને 2 હજાર ફૂટની હાઈટ પર સાંકળેસ્વરી માતાના મૂળ સ્થાનક પર પહોંચી ગયો હતો.

કોઈ પણ મદદ લીધા વિના મુશ્કેલી વગર ચઢી ગયો: પિતા
ચઢાણ દરમિયાન મૂળ સ્થાનક સુધી પહોંચવામાં એક લાસ્ટ પોઇન્ટ જોખમી આવે છે. જ્યાં મોટી ઉંમરના વ્યક્તિને પણ ચઢવામાં તકલીફ થાય છે. આ જગ્યાએ ચઢવામાં સાંકળની મદદ લેવી પડે છે ત્યાં પણ એને કોઈ પણ મદદ લીધા વિના મુશ્કેલી વગર ચઢી ગયો હતો. ત્યારબાદ અહી ત્રિરંગો લહેરાવ્યો હતો. આ પછી પરત નીચે ઉતરતી વખતે વરસાદના લીધે કાંકરી ઠેર ઠેર વિખેરાયેલી હોવાથી બે જગ્યાએ પડતા પડતા સહેજ માટે રહી ગયો હતો.

આ અંગે યોહાનના પિતાએ કહ્યું હતું કે, આમ તો નાના બાળકને લઈને આ રીતે જોખમ ન ખેડવું જોઈએ. પરંતુ હું પોતે ટ્રેકિંગ કરું છું અને મારા બાળકમાં પણ સાહસિકતાના ગુણો ખીલે અને જીવનમાં હંમેશા ચેલેન્જ એક્સેપ્ટ કરે એ માટે અત્યારથી જ એને હું આ પ્રકારની ઇવેન્ટમાં જોડું છું. અગાઉ અનેક સાયકલ સ્પર્ધામાં એણે શ્રેષ્ઠ દેખાવ કરીને એવોર્ડ મેળવ્યા છે. અત્યાર સુધી તેણે 6 મેડલ એકત્રિત કર્યા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *