સુરતમાં વીજળી પડતાં પાંચની હાલત કફોડી- હોસ્પીટલમાં દાખલ

દિનેશ પટેલ- સુરત(Surat): ગુજરાતમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજળી પડવાની ઘટના અનેક વાર સામે આવતી હોય છે. ત્યારે આવી એજ એક ઘટના સુરતના કામરેજ(Kamrej)માંથી…

દિનેશ પટેલ- સુરત(Surat): ગુજરાતમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન વીજળી પડવાની ઘટના અનેક વાર સામે આવતી હોય છે. ત્યારે આવી એજ એક ઘટના સુરતના કામરેજ(Kamrej)માંથી સામે આવી છે. જેમાં કામરેજના કોળી ભરથાણા(Koli Bharthana) ગામે વીજળી પડવાને કારણે 5 લોકો બેભાન થઇ ગયા હતા, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ ના હતી.

પાંચ વ્યક્તિઓ વીજળી પડવાને કારણે થયા બેભાન:
પ્રાપ્ત માહિતી અનુસાર કામરેજ તાલુકાના કોળી ભરથાણા ગામે આવેલા હળપતિ વાસમાં આવેલા ઝાડ નીચે બપોરના લગભગ 1:30 વાગ્યાના સમયની આસપાસ વરસાદ પડી રહ્યો હતો.જે વરસાદથી બચવા પાંચ વ્યક્તિઓ ઝાડ નીચે આશરો લઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડતા પાંચેય બેભાન થઈ ગયા હતા.

પાંચેય વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ:
વીજળી પડવાને કારણે બેભાન અવસ્થામાં પાંચેય વ્યક્તિને ખોલવડ ખાતે આવેલી દિનબંધુ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર પાંચેયની હાલત હજુ પણ કફોડી છે.

સારવાર લઈ રહેલા લોકોના નામ:
વીજળી પડવાને કારણે હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા લોકોમાં રીંકલબેન શંકરભાઈ રાઠોડ, રોહિતભાઈ છનાભાઈ રાઠોડ, મનોજભાઇ અરવિંદભાઈ રાઠોડ, રવિ કાળુ ભાઈ રાઠોડ, રાહુલભાઈ સુનિલભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. હાલમાં તમામ લોકોની હોસ્પીટલમાં સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *