અયોધ્યા રામમંદિર શિલાન્યાસની ઐતિહાસિક ઘડીના સાક્ષી બનશે ગુજરાત રાજ્યના આ 5 સંતો

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં 5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  જેમાં પ્રતિભા ધરાવતાં લોકોને જ આમત્રણ આપવામાં…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એવામાં 5 ઓગસ્ટનાં રોજ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.  જેમાં પ્રતિભા ધરાવતાં લોકોને જ આમત્રણ આપવામાં આવ્યું છે, જેમાંથી ગુજરાત રાજ્યનાં કુલ 5 સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

અયોધ્યાના ઐતિહાસિક શ્રીરામ મંદિર શિલાન્યાસનાં કાર્યક્રમમાં ગુજરાતમાંથી અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા સતકેવલ સંપ્રદાય સારસાના ગાદિપતિ અવિચલદાસ મહારાજ, હિન્દુ આચાર્ય સભાના વડા સ્વામી પરમાનંદજી – રાજકોટ, છારોડી ગુરુકુળના સંસ્થાપક માધવપ્રિયદાસજી, જામનગરના પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણી તથા સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસ સંસ્થાના પ્રમુખ મહંત સ્વામી મહારાજને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

જો કે, સમગ્ર રાજ્યમાંથી ફક્ત પાંચ જ હિન્દુ અગ્રણી સંતોને ખાસ નિમંત્રણ આપવામાં આવતા સંતો 4 ઓગસ્ટનાં રોજ વિમાનમાર્ગે લખનઉ આવશે. ‘અખિલ ભારતીય સંત સમિતિ’ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલદાસ મહારાજની ઉપરાંત મહામંત્રી, કોષાધ્યક્ષ, મહામંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહેશે. જો કે, ‘વિશ્વ હિન્દુ પરિષદ’ ની સાથે સંકળાયેલ એક અગ્રણીએ જણાવ્યું હતું કે, ભૂમિપુજનનાં સમયે દરેક લોકોએ પોતાના આંગણમાં જ દિપ પ્રગટાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

5 ઓગસ્ટનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશના ઘણાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર જ રામજન્મભૂમિનું ભુમિપુજન કરવામાં આવનાર હોય, તેમાં ફક્ત દેશભરના અગ્રણી ગણાતા કુલ 200 લોકોને વિશેષ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાંથી ગુજરાતના કુલ 5 અગ્રણી સાધુ-સંતો રામમંદિર નિર્માણના શિલાન્યાસનાં સાક્ષી બનશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *