Flash Back 2019: અબ કી બાર ફીર મોદી સરકાર

ભારતની 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વેના થોડા મહિનાઓ પહેલા ભાજપ અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઠીક ઠીક ઓસરી હતી. 2014માં સત્તા મેળવવા મતદારોને જે આર્થિક વિકાસ,…

ભારતની 2019 ની લોકસભાની ચૂંટણી પૂર્વેના થોડા મહિનાઓ પહેલા ભાજપ અને વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા ઠીક ઠીક ઓસરી હતી. 2014માં સત્તા મેળવવા મતદારોને જે આર્થિક વિકાસ, પારદર્શક વહીવટ અને અવનવી યોજનાઓના વચનો આપ્યા હતા, તે મહ્દઅંશે દિવાસ્વપ્ન પૂરવાર થયા હતા. અધુરામાં પૂરૂ નોટબંધી અને જીએસટીના કારમા ફટકામાંથી નાગરિકો વેપારીઓ અને ઉદ્યોગો બેઠા નહોતા થઇ શક્યા.

તેમ છતાં ભાજપ 2019માં પુન: સત્તા નહીં જ મેળવી શકે તે હદે નકારાત્મક હવા તો નહોતી જ. હા, એવી ચર્ચા જરૂર થતી હતી કે ભાજપને તેમની છબી પ્રમાણે બેઠકો નહીં મળે તો મોદીની જગ્યાએ ગડકરી જેવા નેતા પર સંઘ નજર દોડાવશે. જો કે ‘મોદી અને અમિત શાહની જોડી કા ક્યા કહેના’ ગજબનો પ્રચાર, રેલી, અખૂટ આત્મવિશ્વાસ સાથેનાં વ્યૂહાત્મક પ્રવાસો, વધુ એક વખત જનમેદની પર ભાષણોની તડાતડી અને બેઠકોની ફાળવણીમાં મેદાન મારી ગયા. વિરોધ પક્ષો એક મંચ પર ભેગા થઇને મોદી તો ના જ જોઇએ તેવા નકારાત્મક એજન્ડા સાથે તેમના જ વજન હેઠળ તૂટી પડયા.

2019 ના એપ્રિલ મે માં મતદાન હતું અને 14 ફેબુ્આરીએ જમ્મુ-શ્રીનગર હાઈવે પરના પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ભારતીય સેનાનીઓની બસ પર હુમલો કર્યો અને 47 જવાનો શહીદ થતા દેશભરમાં સોપો પડી ગયો. પાકિસ્તાનને વળતો જવાબ આપવાનો નાગરિકોમાં રોષ ભભુકતો હતો. ત્યારે જ જોગાનુજોગ લોકસભાની ચૂંટણી પહેલા જ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની સરહદમાં ઘૂસી જઇને આતંકવાદીઓના બાલાકોટ સ્થિત કેમ્પ પર ભારતીય હવાઈ દળે એર સ્ટ્રાઇક કરી ખાતમો બોલાવ્યો.

દેશભરમાં મોદી અને ભાજપ નાગરિકોની નજરમાં રાષ્ટ્રીયતાની ઇમેજ સાથે હીરો બની ગયા. દેશભરમાં દેશભક્તિનું મોજું ફરી વળ્યું. અન્ય મુદ્દાઓ વિસરાઈ ગયા. ‘મોદી હૈ તો મૂમકીન હૈ’ સૂત્ર મતદારોએ વધાવી લીધું. ૨૦૧૪-૨૦૧૯માં મોદીની દેશને બદલવાની નિષ્ઠા અવિરત શ્રમ અને ભારતની આંતરરાષ્ટ્રીય છબિ સુધારવાની કવાયત તો નાગરિકોને સ્પર્શી જ હતી. તેના કરતા પણ વિશેષ કોંગ્રેસના રાહુલ ગાંધી તેની પ્રતિભાને નિખાર આપવામાં સદંતર નિષ્ફળ નીવડયા હતા. વિરોધ પક્ષો દેશની સેવા કરવા કરતા માત્ર મોદી હટાવો અને કોઈપણ ભોગે સત્તા પ્રાપ્ત કરવાની ગીધના ટોળા જેવી લૂંટણ વૃત્તિ છતી કરી ચૂક્યા હતા.

મોદી અને અમિત શાહે તેમના કાર્ડસ ‘કાબિલ એ તારીફ’ ખેલ્યા. દેશના મતદારો કે કદાચ ભાજપે પણ ધારી નહીં હોય તેટલી બેઠકથી ફરી મોદીના નેતૃત્વમાં બીજી ટર્મ માટે તેઓ સત્તારૂઢ થયા. ભાજપે 353 (NDA 353) બેઠકો જીતી જે ૨૦૧૪થી ૨૮૨ કરતા ૨૧ બેઠકો વધુ હતી. એક જ પક્ષ વધુ બેઠકો સાથે બીજી ટર્મમાં સત્તા મેળવે તેવું આઝાદ ભારતની ચૂંટણીમાં પ્રથમ વખત બન્યું. કોંગ્રેસે માત્ર 52, DMK 24, NCP 5, બહુજન સમાજવાદી પાર્ટી (માયાવતી) 10, સમાજવાદી પાર્ટી (અખિલેશ યાદવ) 5, સીપીઆઈ (સિતારામ ચેચૂરી) 3, ઓલઇન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (મમતા બેનર્જી) 22, વાયએસઆર 22, બીજુ જનતાદળ 12, ટીઆરએસ 9, ટીડીપી (ચંદ્રાબાબુ) 3 બેઠકો મળી હતી. દેશમાં સરેરાશ 67 ટકા મતદાન થયું હતું.

ભાજપને પછાડતા કોંગ્રેસ અને અન્ય પક્ષોએ જે મહાગઠબંધન કર્યું હતું, તેઓએ કુલ માંડ 98 બેઠકો જીતી હતી. 11 એપ્રિલથી 19 મે દરમ્યાન યોજાયેલી ૧૭મી લોકસભાની આ ચૂંટણીના મતદાનનું પરિણામ 23 મેના રોજ જાહેર થયું અને પરિણામના શરૂના બે કલાકની મતગમતરીમાં જ ભાજપ શાન સાથે સત્તા પર પુન: આવી રહ્યું છે તે સ્પષ્ટ બની ગયું હતું. 30 મેના રોજ વડાપ્રધાન તરીકે મોદીની શપથ વિધિનાં ભાષણ સમારંભ યોજાયો. અમિત શાહને મંત્રી મંડળની રચના વખતે કેન્દ્રના ગૃહમંત્રી બનાવાયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *