ટ્રેન કરતા પણ છે હવાઈ મુસાફરી સસ્તી, પૈસા ની સાથે સમય પણ બચશે…

ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક સ્થળ પર એક અઠવાડિયું રહેવાનો ખર્ચ થાય તેટલો ખર્ચ ત્યાં પ્લેનમાં જવાનો થઈ જતો હોય છે.…

ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક સ્થળ પર એક અઠવાડિયું રહેવાનો ખર્ચ થાય તેટલો ખર્ચ ત્યાં પ્લેનમાં જવાનો થઈ જતો હોય છે. પણ ભારતમાં કેટલાક રૂટ્સ એવા છે જ્યાં પ્રિમિયમ ટ્રેનના ભાડા હવાઈ મુસાફરી કરતા વધુ છે. આ ટ્રેનની મુસાફરીમાં સમય પણ વધુ લાગે છે.કેગના રિપોર્ટમાં પણ આ વાતનો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ મુજબ દેશના 17 રૂટ છે જ્યાં ટ્રેન કરતા પ્લેનમાં જવાથી રુપિયા અને સમય બન્ને બચી જાય છે. આ રૂટ પર જો 120 દિવસ પહેલા ટિકિટ બૂક કરવામાં આવે તો ટ્રેન કરતા તે સસ્તું પડે છે. તેમાના કેટલાક રૂટ્સની અમે અહીં તમને માહિતી આપી રહ્યા છે.

અમદાવાદથી ગોવાની મી સપ્ટેમ્બર 2018ની ટિકિટની વાત કરીએ તો ફ્લાઈટમાં 3,585ની અંદર ટિકિટનો ભાવ છે જ્યારે ફ્લાઈટમાં ત્યાં પહોંચવાનો સમય 1 કલાક 50 મિનિટ જ છે, જ્યારે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસમાં 3,585 રુપિયા ભાડું છે અને જેમાં અમદાવાદથી ગોવા પહોંચવામાં 18 કલાક અને 40 મિનિટનો સમય લાગે છે.

દિલ્હીથી ગોવા રૂટ પર હવાઈ મુસાફરી કરતા થર્ડ એસીની ટિકિટ વધુ છે. દિલ્હીથી ગોવાની ઓગસ્ટ મહિનાની ફ્લાઈટની ટિકિટ લગભગ 3400 રુપિયાની આસપાસ છે જ્યારે દિલ્હી હજરત નિઝામુદ્દીનથી મડગાંવ જનારી મંગળા એક્સપ્રેસમાં થર્ડ એસીનું ભાડું 3545 રુપિયા છે જ્યારે ફર્સ્ટ ક્લાસ એસીનું ભાડું 6,175 રુપિયા છે. ભાડામાં આટલું અંતર ગોવાથી દિલ્હીની યાત્રામાં પણ છે. ટ્રેન 27થી 38 કલાકમાં ગોવા પહોંચાડે છે જ્યારે ફ્લાઈટમાં અઢી કલાકનો સમય લાગે છે.

ભારતમાં સૌથી વધુ વ્યસ્ત રહેતા રૂટમાં સમાવેશ થતા દિલ્હી-મુંબઈ રૂટમાં દુરંતોમાં દિલ્હીથી મુંબઈ પહોંચવા માટે થર્ડ એસીમાં 2,550 રુપિયા જ્યારે ઓગસ્ટના બે અઠવાડિયાની ફ્લાઈટની ટિકિટ 2,300 રુપિયાની આસપાસ છે. દુરન્તો જ્યાં દિલ્હીથી મુંબઈ પહોંચાડવામાં 16 કલાકનો સમય લે છે જ્યારે ફ્લાઈટમાં 2.10 કલાકનો સમય લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *