અફઘાનિસ્તાનમાં કુદરતનો કહેર: ભયાનક પૂરમાં ૧૫૦નાં મોત, અસંખ્ય લોકો લાપતા

Published on: 1:05 pm, Sat, 31 July 21

અફઘાનિસ્તાન: ભારે વરસાદના કારણે અફઘાનિસ્તાનના પહાડી પ્રાંત નુરિસ્તાનમાં પૂર આવ્યું હતું. આ પૂરના કારણે 150 લોકોનાં મોત થયા હતા અને અસંખ્ય લોકો ગુમ થયા છે. પૂર પ્રભાવિત વિસ્તાર તાલિબાની આતંકવાદીઓના કબજામાં હોવાથી રાહત કામગીરી પણ શરુ થઈ શકી નથી.

1 44 - Trishul News Gujarati Breaking News national news, અકસ્માત

અફઘાનિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓએ હાહાકાર મચાવ્યો છે. તાલિબાને અફઘાનિસ્તાનના એક પછી એક વિસ્તારોમાં કબજો જમાવવાનું શરુ કર્યું છે. આવી ગંભીર સ્થિતિ વચ્ચે કુદરતનો કેર જોવા મળ્યો છે. અફઘાનિસ્તાનના પર્વતીય પ્રાંતોમાં પૂરની ભયાનક સ્થિતિ સર્જાતા લાખો લોકો ઈજાગ્રસ્ત થયા છે.

તાલિબાની પ્રવક્તા ઝુબીનુલ્લા મુઝાહીદના જણાવ્યા અનુસાર, થોડા દિવસથી પહાડી પ્રાંત નુરિસ્તાનમાં ભારે વરસાદ આવતો હતો. તેના કારણે પ્રાંતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. આ ભયાનક પૂરના કારણે ગામડાં ધોવાઈ ગયા છે અને ઓછામાં ઓછામાં 150 લોકોનાં મોત થયા છે. તાલિબાનના જણાવ્યા અનુસાર, સમગ્ર વિસ્તારમાં હજુ ઘણાં લોકો ગુમ થયા છે અને તેની ભાળ મેળવવા માટે તાલિબાને કોશિશ શરુ કરી છે.

2 4 - Trishul News Gujarati Breaking News national news, અકસ્માત

તાલિબાને તો આખા વિસ્તારમાં બચાવ કામગીરી માટે 62 હજાર ડોલર ફાળવ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાન સરકારે તે બાબતે અનેક સવાલો ઉભા કર્યા હતા. કાબુલ સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના પ્રવક્તાએ તાલિબાનને અપીલ કરી હતી કે, પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત કામગીરી માટે બચાવ કાર્યકરોને પ્રવેશવાની છૂટ આપવામાં આવે તો શક્ય તેટલા બધા જ લોકોને બચાવી શકાશે. જોકે, અફઘાન સરકારની મદદ લેવાની તાલિબાને વલણ બતાવ્યું ન હતું.

તાલિબાના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કેવી રીતે બચાવ કામગીરી શક્ય બનશે તે બાબતે મોટો સવાલ ઉભો થયો છે. નુરિસ્તાન પ્રાંતમાં લગભગ 100 જેટલાં મકાનો પડી ભાંગ્યા હોવાની માહિતી મળી હતી. અફઘાનિસ્તાનમાં કાર્યરત કેટલીક સેવાભાવી સંસ્થાઓએ રાહત કામગીરી શરુ કરી છે. પૂર પ્રભાવિત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સનું વિતરણ પણ શરુ કરાયું હતું. લાપતા બનેલા લોકોની શોધખોળ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.