એવું તો શું થયું કે RBI અને નાણામંત્રીએ આર્થિક સંકટમાંથી દેશને બચાવવા ઉર્જિત પટેલની મદદ લેવી પડી?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ કરવાના છે. સુત્રો અનુસાર આ બેઠક નો મુખ્ય એજન્ડા નાણાકીય રાહત પેકેજ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શુક્રવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ સાથે એક મહત્વપૂર્ણ મિટિંગ કરવાના છે. સુત્રો અનુસાર આ બેઠક નો મુખ્ય એજન્ડા નાણાકીય રાહત પેકેજ જાહેર કરવા માટે ની અંતિમ મહોર લગાવવા માટે નરેન્દ્ર મોદી ની મંજૂરી મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ lockdown ને કારણે આર્થિક ફટકો પહોંચતાં નાણાકીય પેકેજ જાહેર થઇ ચૂકયું છે. હવે બીજુ પ્રોત્સાહન પેકેજ લાવીને દેશને આર્થિક સંકટમાંથી બહાર લાવવા માટે આયોજન થઈ રહ્યું છે.

બીઝનેસ સ્ટાન્ડર્ડ માં છપાયેલા અહેવાલ અનુસાર એક સીનીયર અધિકારીએ જણાવ્યું છે કે, બીજા રાહત પેકેજમાં તમામ રાજ્યો ના ગરીબ તબક્કાના લોકો પર વિશેષ ફોકસ કરવામાં આવશે. શહેરી અને ગ્રામીણ બંને ગરીબ અવસ્થાના લોકો માટે આ રાહત પેકેજમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે પોતાના ઘરથી દૂર રહી કામ કરતાં નાગરિકો માટે પણ ખાસ પેકેજ જાહેર કરવામાં આવી શકે છે. આ સિવાય માઈક્રો અને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો ને પણ lockdown થી થયેલા પ્રભાવને કારણે નુકસાનમાંથી બહાર કાઢવા માટે જાહેરાત થઈ શકે છે.

નવાઈની વાત એ છે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા અને નાણા મંત્રાલય ના ઉચ્ચ પદાધિકારીઓ આરબીઆઇના પૂર્વ ગવર્નર ઉર્જિત પટેલ પાસેથી સલાહ સૂચન લઈ રહ્યા છે. ઉર્જિત પટેલ પોતાનો કાર્યકાળ પૂરો થાય તે પહેલાં જ કેન્દ્ર સરકાર સાથેના મતભેદ બાદ આરબીઆઈ ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસ્નેઐને ભારતને થઇ રહેલા આર્થિક નુકસાનને પહોચી વળવા ઊર્જિત પટેલ ઘણા સૂચનો કરી ચુક્યા છે. તેમણે જણાવ્યું હતું કે, દેશમાંથી કોરોનાવાયરસ સંકટ પૂર્ણ થયા બાદ નાણાકીય ક્ષેત્રમાં સંભવિત બીજા ફટકાને પહોચી વળવા ભારતે જાહેર નાણાને સાચવી રાખવા પડશે અને આર્થિક સ્થિતિ સ્વસ્થ રાખવી પડશે..

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મંજૂરી બાદ સોમવાર સુધીમાં આ રાહત પેકેજની જાહેરાત થઈ શકે છે. પ્રધાનમંત્રી સાથેની મુલાકાત દરમિયાન સરકારી અધિકારીઓ સાથે સાથે અલગ અલગ ક્ષેત્રનાં વિશેષજ્ઞ પણ હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *