શ્રાવણ માસમાં બનાવો સ્પેશીયલ બટાકાની સૂકી ભાજી- એકવાર ખાઈને થઇ જશો ખુશખુશાલ

હાલમાં જયારે ભક્તિભાવનો એટલે કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ઘણાં લોકો શ્રાવણ માસમાં વ્રત કે ઉપવાસ કરતાં હોય છે. આજે અમે આપને એક…

હાલમાં જયારે ભક્તિભાવનો એટલે કે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે ઘણાં લોકો શ્રાવણ માસમાં વ્રત કે ઉપવાસ કરતાં હોય છે. આજે અમે આપને એક ઉપવાસમાં ખાવાલાયક એવી એક વાનગી બનાવતાં શીખવીશું, કે જેનાંથી આપનો આ ઉપવાસ આપને યાદ રહી જશે.

ઉપવાસમાં એકની એક વાનગી ખાઇને આપ થાકી ગયા છો ! તો, આજે જ અમે આપનાં માટે બટેટાથી બનતી એક વાનગી લઇને આવ્યા છીએ. જેને તમે હરતા-ફરતા પણ ખાઈ શકો છો. ખાસ કરીને તો મોટાભાગનાં લોકો ઉપવાસમાં બટેટાની સૂકીભાજી બનાવો છો, પણ તે સ્વાદિષ્ટ બનતી નથી. તો, આજે જ અમે કેટલીક ટિપ્સ લઇને આવ્યા છીએ, કે જેની મદદથી આપની ફરાળી સૂકી ભાજી એ સ્વાદમાં બમણી થઇ જશે.

બનાવવાની રીત

સૌપ્રથમ તો બટાકાને બાફી નાંખો. ત્યારપછી તેના નાના-નાના ટુકડાં કરી નાંખો.

હવે, તેને 1 પેનમાં તેલ મૂકીને તેમાં જીરૂ, તલ, સીંગદાણા અને સમારેલું મરચું પણ સ્વાદ મુજબ નાંખી દો.

હવે, આ બાદ તેમાં બાફેલા બટેટામાં આ બધું ઉમેરીને બધું બરાબરનું હલાવી નાંખો.

હવે તેમાં સ્વાદાનુસાર મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

હવે, તેને 2-3 મિનિટ માટે બરાબર ગરમ થવા દો. તો, હવે તૈયાર છે આપની ફરાળી સૂકીભાજી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *