હવે ઘરમાં જ બનશે બ્રેડ મન્ચુરિયન, બાળકો સહીત મોટા પણ થઇ જશે ખુશ – જાણો રેસીપી

Published on: 6:41 pm, Sat, 3 October 20

ચાઇનીઝ ખાવાનું નામ લેતા જ બધા લોકોનાં મોંઢાંમાં પાણી આવી જાય છે. તો આજે અમે તમારી માટે એક ટેસ્ટી અને સરળતાથી ઓછા સમયમાં બનતા મંચુરિયનની રેસીપી લઇને આવ્યા છીએ. તમે મન્ચુરિયનમાં હાલ સુધી ઘણી વેરાયટી ઉપયોગ કરી હશે પણ શું તમે ક્યારેય પણ બ્રેડ મન્ચુરીયમ બનાવ્યું છે તો ચાલો આવો જોઇએ કેવી રીતે બનાવાય છે આ બ્રેડ મન્ચુરીયમ.

સામગ્રી:
6 -સેન્ડવીચ બ્રેડ, 1 કપ સુધારેલી ડુંગળી, 1 કપ સમારેલા કેપ્સીકમ, 1 નંગ લાંબા ટુકડામાં સમારેલુ ગાજર, 2 નંગ લીલા મરચા, 1/2 કપ સમારેલુ લીલું લસણ, 1 ચમચી લાલ મરચું, 2 મોટી ચમચી ટામેટાનો સોસ, 2 મોટી ચમચી  રેડ ચીલી સોસ, ૧ મોટી ચમચી સોયા સોસ, 2 ચમચી તેલ, 1 ચમચી વિનેગર, સ્વાદ અનુસાર મીઠું, તુલસીના પાન, આજીનોમોટ…

બ્રેડ મન્ચુરીયમ બનાવવાની રીત…
સૌથી પહેલાં બ્રેડને નાનાં નાનાં ટૂકડામાં કટ કરી લો. પછી તેને ધીમી આંચમાં એક નોનસ્ટિક તવી પર રાખો તેમજ તેમાં બ્રેડને રોસ્ટ કરી કાઢી લો. પછી એક કડાઈમાં તેલ ઉમેરીને મધ્યમ આંચ ઉપર ગરમ થવા રાખો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમાં લસણ ઉમેરો તે બ્રાઉન થાય ત્યાં સુધી લસણને શેકો. હવે તેમાં ડુંગળી, ગાજર, લીલા મરચા ઉમેરીને થોડી વાર સાંતળી લો.

પછી તેમા ચીલી સોસ, સોયા સોસ, લાલ મરચુ પાવડર, મીઠું અને આજીનોમોટ ઉમેરીને સરખું મિક્સ કરી લો. પછી તેમાં કેપ્સિકમ અને વિનેગર ઉમેરીને થોડી વાર રહેવા દો. 2 મિનિટ પછી તેમાં બ્રેડનાં ટૂકડા તેમજ તુલસીનાં પાન ઉમેરીને સરખું બધું મિક્સ કરી લો. હવે તેને 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. કોથમીર અને લીલાં લસણથી તેને ગાર્નિશ કરો. ત્યાર બાદ ગેસની આંચ બંધ કરીને ગરમા ગરમ બધાને પીરશો.