પથરીથી પીડાતા લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ આ ભૂલો, જાણી લો નહિતર થઇ જશો હેરાન

મોટાભાગનાં લોકોને હાલમાં કોઈને કોઈ બીમારી તો હોય જ છે. જેને કારણે તેઓ હંમેશા ચિંતામાં રહેતાં હોય છે. હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી…

મોટાભાગનાં લોકોને હાલમાં કોઈને કોઈ બીમારી તો હોય જ છે. જેને કારણે તેઓ હંમેશા ચિંતામાં રહેતાં હોય છે. હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી લઈને આવ્યા છીએ કે, જેનાથી આપનાં સ્વાસ્થ્યને ખુબ લાભ થશે. જો તમને ક્યારેય પણ કિડની સ્ટોનની સમસ્યા થઈ હોય અથવા તો પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હશે તો તમે જાણતા જ હશો કે, તેનો દુખાવો ખુબ અસહ્ય હોય છે.

ઘણીવખત તો દર્દી માટે દુખાવો સહન કરવો અશક્ય જેવું લાગતું હોય છે. કિડની સ્ટોન એક એવી ગંભીર બીમારી છે કે, જે ફરીવખત પણ થઇ શકે છે. અંદાજે 50% દર્દીઓ એવા હોય છે કે, જેમને એકવખત કિડની સ્ટોનની સમસ્યા સારી થઇ ગયા પછી પણ ફક્ત 6-7 વર્ષની અંદર બીજીવખત સ્ટોનની સમસ્યા થઇ શકે છે. જેથી તકેદારી રાખવી ખૂબ જરૂરી છે.

કિડની સ્ટોનના દર્દીઓએ આ વસ્તુઓને ટાળવી જોઇએ :
યૂરિનમાં રહેલાં નાના-નાના ક્રિસ્ટલ્સ જ્યારે એકત્ર થઇને પથરીનું સ્વરૂપ ધારણ કરી લે ત્યારે કિડની સ્ટોનની સમસ્યા થતી હોય છે. યૂરિનમાં રહેલ કેલ્શિયમ જ્યારે ઑક્સલેટ અથવા તો ફૉસ્ફરસ જેવા કેમિકલ્સની સાથે ભળે છે ત્યારે પણ કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ શકે છે.

આની ઉપરાંત કિડનીમાં યૂરિક એસિડ એકત્ર થવાને લીધે પણ ઘણીવખત સ્ટોનની સમસ્યા થતી હોય છે. જો, તમે નથી ઇચ્છતા કે, તમને કિડની સ્ટોનની સમસ્યા થાય તો આ ફૂડ્સનું મર્યાદિત માત્રામાં જ સેવન કરવું તેમજ જો તમને કિડની સ્ટોનની સમસ્યા અગાઉ ક્યારેય પણ થઇ ચુકી હોય તો આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ.

1.પાલક :
પાલક તો આયર્નનો ઉત્તમ સોર્સ છે. આની સાથે-સાથે જ કેટલાંક વિટામિન્સ તથા મિનરલ્સથી પણ ભરપૂર હોય છે પણ કિડનીમાં સ્ટોનની સમસ્યા થવા પર પાલક ખાવાનું ટાળવું જોઈએ. તેનું એકમાત્ર કારણ એ છે કે, પાલકમાં ઑક્સલેટ હોય છે કે, જે લોહીમાં રહેલ કેલ્શિયમની સાથે બંધાઇ જાય છે તેમજ કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી. આની સાથે જ તે યૂરિન મારફતે શરીરમાંથી બહાર નિકળી શકતું નથી. જેથી કિડનીમાં સ્ટોન બને છે.

2. જે વસ્તુઓમાં ઑક્સલેટ વધુ હોય :
પાલકની ઉપરાંત બીટ, ભીંડા, રેસ્પબેરીજ, શક્કરિયા, ચા, નટ્સ, ચોકલેટ જેવા ફૂડ્સમાં પણ ઑક્સલેટનું પ્રમાણ ખુબ વધુ રહેલું હોય છે. જો કોઇ દર્દીને કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ હોય તો ડૉક્ટર દર્દીને ઑક્સલેટવાળી વસ્તુઓ ન ખાવાની અથવા તો મર્યાદિત પ્રમાણમાં જ ખાવાનું સૂચન કરવામાં આવે છે.

3. ચિકન, માછલી, ઈંડાં :
રેડ મીટ, ચિકન, પોલ્ટ્રી, ફિશ તથા ઈંડાં આ કેટલાક એવા ફૂડ્સ છે કે, જેમાં એનિમલ પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ રહેલું હોય છે. આની સાથે જ આ વસ્તુઓનું વધુ પડતું સેવન કરવાથી શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે. જો કે, પ્રોટીન ખૂબ જરૂરી છે એ માટે એનિમલ પ્રોટીનને બદલે પ્રોટીનના પ્લાન્ટ બેઝ્ડ સોર્સનું સેવન કરવું જોઇએ.

4. ઓછામાં ઓછુ મીઠું :
મીઠામાં સોડિયમ રહેલું હોય છે તેમજ સોડિયમનું વધારે પડતું પ્રમાણ યૂરિનમાં કેલ્શિયમને એકત્ર કરવાનું કાર્ય કરે છે. જેથી ભોજનમાં ઉપરથી મીઠું નાંખવાનું ટાળવું જોઈએ. આની ઉપરાંત ચિપ્સ, ફ્રોઝન ફૂડ વગેરે જેમાં મીઠાનું પ્રમાણ વધુ પડતું હોય છે તેનું પણ સેવન ન કરવું જોઇએ.

5. કોલા અથવા સૉફ્ટ ડ્રિન્ક :
કોલામાં ફૉસ્ફેટ નામનું કેમિકલ વધુ પડતી માત્રામાં હોય છે જેને લીધે કિડનીમાં સ્ટોન બનવાની સંભાવના રહે છે. જેથી ખૂબ વધુ ખાંડ અથવા તો શુગર સિરપ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ તેમજ ડ્રિન્ક્સનું સેવન કરવાનું ટાળવું જોઈએ. ફક્ત મીઠું જ નહીં પણ વધુ પડતી ખાંડ જેમ કે, સુક્રોઝ તથા ફ્રુક્ટોઝ પણ કિડની સ્ટોનના જોખમમાં વધારો કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *