પથરીની સમસ્યાથી પીડાતા લોકોએ ભૂલથી પણ ન કરવું જોઈએ આ વસ્તુનું સેવન- જાણી લો નહીતર…

જો તમને ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થયો હોય અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હોય તો તમે જાણતા જ હશો કે તેનો દુ:ખાવો…

જો તમને ક્યારેય કિડની સ્ટોનનો પ્રોબ્લેમ થયો હોય અથવા પરિવારમાં કોઇ સભ્યને કિડની સ્ટોનની મુશ્કેલી થઇ હોય તો તમે જાણતા જ હશો કે તેનો દુ:ખાવો કેટલો અસહ્ય હોય છે. ઘણીવાર તો દર્દી માટે દુ:ખાવો સહન કરવું અશક્ય જેવું લાગવા માંડે છે. કિડની સ્ટોન એક એવી બીમારી છે જે ફરીવાર પણ થઇ શકે છે. લગભગ 50 ટકા દર્દીઓ એવા હોય છે જેમાં એકવાર કિડની સ્ટોનની પ્રોબ્લેમ સારી થઇ ગયા બાદ 6-7 વર્ષની અંદર બીજીવાર સ્ટોનની સમસ્યા ઉભી થઇ હોય. તેથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને ખાણીપીણીને લઇને.

જયારે યૂરિનમાં નાના-નાના ક્રિસ્ટલ્સ જમા થઇને પથરીનું સ્વરૂપ લઇ લે છે ત્યારે કિડની સ્ટોનની સમસ્યા થાય છે. યૂરિનમાં રહેલ કેલ્શિયમ જ્યારે ઑક્સલેટ અથવા ફૉસ્ફરસ જેવા કેમિકલ્સની સાથે મળી જાય છે ત્યારે પણ કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ શકે છે. આ ઉપરાંત કિડનીમાં યૂરિક એસિડ જમા થવાને કારણે પણ ઘણીવાર સ્ટોનની સમસ્યા થાય છે. જો તમે નથી ઇચ્છતા કે, તમને કિડની સ્ટોનની પરેશાની થાય તો આ ફૂડ્સનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરો અને જો તમને કિડની સ્ટોનની સમસ્યા પહેલા ક્યારેય થઇ ચુકી છે તો આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઇએ.

પાલક
આમ તો પાલક આયર્નનો ઉત્તમ સોર્સ છે અને ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સથી પણ ભરપૂર હોય છે. પરંતુ, કિડનીમાં સ્ટોનની સમસ્યા થવા પર પાલક ન ખાવું જોઇએ. તેનું કારણ એ છે કે, પાલકમાં ઑક્સલેટ હોય છે જે લોહીમાં રહેલ કેલ્શિયમ સાથે બંધાઇ જાય છે અને કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી અને તે યૂરિનની મદદથી શરીરમાંથી બહાર નિકળી શકતું નથી જેનાથી કિડનીમાં સ્ટોન સર્જાય છે.

જે વસ્તુમાં ઓક્સ્લેટ વધારે હોય છે
પાલક ઉપરાંત બીટ, ભીંડા, રેસ્પબેરીજ, શક્કરિયા, ચા, નટ્સ, ચોકલેટ જેવા ફૂડ્સમાં પણ ઑક્સલેટનું પ્રમાણ વધારે હોય છે. જો કોઇ દર્દીને કિડનીમાં સ્ટોનની સમસ્યા થઇ જાય તો ડૉક્ટર દ્વારા દર્દીને ઑક્સલેટવાળી વસ્તુઓ જરા પણ ન ખાવાની અથવા મર્યાદિત પ્રમાણમાં જ ખાવાની સલાહ આપવામાં આવે છે.

ચીકન, માછલી, ઈંડા 
રેડ મીટ, ચિકન, પોલ્ટ્રી, ફિશ અને ઈંડાં આ કેટલાક એવા ફૂડ્સ છે જેમાં એનિમલ પ્રોટીનનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને આ વસ્તુઓનું વધારે સેવન કરવાથી શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધારે થાય છે. જોકે પ્રોટીન આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. એટલા માટે એનિમલ પ્રોટીનની જગ્યાએ પ્રોટીનના પ્લાન્ટ બેઝ્ડ સોર્સનું સેવન કરવું જોઇએ જેમાં ટોફૂ, કીન્વા, ચિયા સીડ્સ અને ગ્રીક યોગર્ટ વગેરેનો સમાવેશ થાય છે.

ઓછામાં ઓછુ મીઠું 
મીઠામાં સોડિયમ હોય છે અને સોડિયમનું વધુ પ્રમાણ યૂરિનમાં કેલ્શિયમને જમા કરવાનું કામ કરે છે. તેથી ભોજનમાં ઉપરથી મીઠું નાંખવાનું ટાળો. આ ઉપરાંત ચિપ્સ, ફ્રોઝન ફૂડ વગેરે જેમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. તેનું પણ સેવન કરવાનું ટાળવું જોઇએ.

કોલા અથવા સોફ્ટ ડ્રીન્કસ
કોલામાં ફૉસ્ફેટ નામનું કેમિકલ વધારે હોય છે જેના કારણે કિડનીમાં સ્ટોન બનવાની શક્યતા રહેલી હોય છે. તેથી ખૂબ જ વધારે ખાંડ અથવા શુગર સિરપ ધરાવતા પ્રોસેસ્ડ ફૂડ અને ડ્રિન્ક્સનું સેવન ટાળવું જોઈએ. માત્ર મીઠું જ નહીં પરંતુ ખાંડ જેમ કે, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ પણ કિડની સ્ટોનના જોખમને વધારે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *