સુરતમાં કાલે ડુમસ સિવાયના આ સ્થળોએ થશે ગણેશ વિસર્જન, વાંચી લો યાદી નહિતર થશે ધક્કો

સુરત(Surat): પ્રથમ વખત ગણેશ વિસર્જન(Dissolution of Ganesha)માં ડુમસ(Dumas) ઓવારા પર ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકાશે નહિ. જો ભક્તોને ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવી હશે તો ડુમસ-ભીમપોર-ગવિયર-સુલતાનાબાદ-મંગદલ્લા…

સુરત(Surat): પ્રથમ વખત ગણેશ વિસર્જન(Dissolution of Ganesha)માં ડુમસ(Dumas) ઓવારા પર ગણેશજીની મૂર્તિ વિસર્જન કરી શકાશે નહિ. જો ભક્તોને ગણેશજીની મૂર્તિ વિસર્જન કરવી હશે તો ડુમસ-ભીમપોર-ગવિયર-સુલતાનાબાદ-મંગદલ્લા બંદરની મૂર્તિઓને કાંદી ફળિયાના કૃત્રિમ તળાવ(Artificial lake)માં વિસર્જિત કરી શકશે. ગણેશજીના વિસર્જન માટે 7 ઝોનમાં 19 કૃત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2380 ગણેશમંડળોએ ઓનલાઇન પરમિશન માંગી છે અને આ વખતે પોલીસ બંદોબસ્તમાં ચાંપતી નજર રાખવા ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે.

ગણેશ વિસર્જન નિમિતે સુરતમાં દિલ્હીગેટથી ચોક સુધીનો રાજમાર્ગ તથા આંતરિક રસ્તા અન્ય વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે દિલ્હીગેટથી લીનીયર, ફાલસાવાડી સર્કલ, રિંગરોડ થઈ જઈ શકાશે. રાજમાર્ગ ઉપર ખુલતી ગલીઓના વાહન આંતરિક રસ્તા તથા ચૌટા બજાર બ્રિજ નીચેથી બન્ને તરફ જઈ શકશે. ચોકથી હોપપુલ (નહેરૂબીજ) થઈ શીતલ ચાર રસ્તા સુધીનો રસ્તો વિસર્જન સિવાયના વાહનો માટે બન્ને સાઇડ પર પ્રતિબંધ રહેશે એટલે કે અન્ય વાહનો માટે આ માર્ગ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ તરીકે મક્કાઈપુલ તથા સરદારબ્રિજ જીલાણી બ્રિજનો ઉપયોગ કરી કતારગામ રાંદેર અને રિંગરોડ તરફ જઈ શકશે. ભાગળથી નવસારી બજાર સુધીનો રસ્તો અન્ય વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે આ વાહનો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા ગોપીપુરા ચોકી, ખપાટીયા ચકલા, ચૌટાપુલ નીચે થઈ નાણાવટ થઈ મુગલીસરા તરફ જશે. લટુરીયા ચોક (ભગવાનનગર ચોક)થી સરથાણા જકાતનાકા તરફ આવતો રસ્તો અન્ય વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગ તરીકે આ વાહનો લટુરીયા ચોકથી ભગવાનનગર સોસાયટીમાં થઈ સીમાડા ચાર રસ્તા જઈ શકશે. લટુરીયા ચોકથી વીટીનગર થઈ નવજીવન સર્કલ થઈ સરથાણા જકાતનાકા તરફ જઈ શકશે.

ભરીમાતા મંદિરથી કોઝવે તરફ આવતા-જતા રસ્તા ગણપતિ વિસર્જન સિવાયના અન્ય વાહનવ્યવહાર માટે બંધ રહેશે. વૈકલ્પિક માર્ગો તરીકે વિસર્જન સિવાયના વાહનો માટે પંડોળથી ફુલવાડી રોડ થઈ જિલાની બ્રિજ તરફ અવર-જવર કરવા માર્ગો ખુલ્લા રખાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *