સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો અસહ્ય વધારો- જાણો આજનો નવો ભાવ

હાલમાં મોંઘા પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ની કિંમતથી પરેશાન સામાન્ય લોકોને આમાંથી રાહત મળી રહી નથી. શનિવારે સતત ચોથા દિવસે દેશમાં ઇંધણના ભાવ(Fuel prices)માં વધારો થયો છે.…

હાલમાં મોંઘા પેટ્રોલ અને ડીઝલ(Petrol-diesel)ની કિંમતથી પરેશાન સામાન્ય લોકોને આમાંથી રાહત મળી રહી નથી. શનિવારે સતત ચોથા દિવસે દેશમાં ઇંધણના ભાવ(Fuel prices)માં વધારો થયો છે. આજે 23 ઓક્ટોબરે ઇંધણના ભાવમાં 35 પૈસાનો વધારો(Petrol-diesel price hike) નોંધાયો છે. આ રીતે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 107.24 રૂપિયા પર પહોંચી ગઈ છે. ડીઝલ પણ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું અને 95.97 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું.

બીજી તરફ ઇંધણના ભાવમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. આનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત મોંઘવારી છે. છેલ્લા બે મહિનામાં જ કાચા તેલમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. આની અસર વિશ્વભરના પેટ્રોલ અને ડીઝલ માર્કેટ પર પડી રહી છે. શ્રીલંકાની અગ્રણી ઓઈલ માર્કેટિંગ કંપની લંકા આઈઓસીએ ગઈકાલે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5-5 રૂપિયાનો વધારો કર્યો છે. ભારતમાં પણ ડીઝલ માત્ર એક મહિનામાં 7 રૂપિયાથી વધુ મોંઘુ થયું છે.

20 દિવસમાં પેટ્રોલ 6.05 રૂપિયા મોંઘુ થયું:
ભારતમાં આ મહિને પેટ્રોલ ડીઝલ લગભગ દરરોજ મોંઘુ થયું છે. જોકે અપવાદ તરીકે 2 કે 4 દિવસ સુધી સ્થિરતા હતી, પરંતુ મોટાભાગના દિવસોમાં ભાવમાં સરેરાશ 30 પૈસાથી વધુનો વધારો થયો છે. આ જ કારણ છે કે છેલ્લા 20 દિવસમાં પેટ્રોલ 6.05 રૂપિયા મોંઘુ થયું છે. ડીઝલની વાત કરીએ તો છેલ્લા 23 દિવસમાં જ તે 7.35 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

ક્રૂડ ઓઇલ $ 85 ની નજીક:
ક્રૂડ ઓઇમાં હાલ કોઈ રાહત મળવાની આશા નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં સોમવારે બ્રેન્ટ ક્રૂડ પણ $ 86 ને પાર કરી ગયું હતું. જોકે, બાદમાં ભાવ થોડો સ્થિર થયો. પરંતુ ગઈકાલે પણ બજારમાં તેજી રહી હતી. યુએસ માર્કેટમાં ગઈ કાલે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ $0.92 વધીને $85.53 પ્રતિ બેરલ પર બંધ થયું હતું, WTI ક્રૂડ 1.53 ટકા અથવા $1.09 વધીને $82.50 પ્રતિ બેરલ થયું હતું.

અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.

પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *