જાણો આ કારણે ગંગાને “ત્રિલોક પથ ગામિની” કહેવામાં આવે છે.

આ વર્ષે ગંગા દશેરાનો ઉત્સવ 12 જૂનના દિવસે છે. તમને જણાવી દઇએ કે હિન્દુ ધર્મમાં ગંગા નદીને ઘણીજ પવિત્ર નદીના રૂપમાં કહેવામાં આવે છે અને…

આ વર્ષે ગંગા દશેરાનો ઉત્સવ 12 જૂનના દિવસે છે. તમને જણાવી દઇએ કે હિન્દુ ધર્મમાં ગંગા નદીને ઘણીજ પવિત્ર નદીના રૂપમાં કહેવામાં આવે છે અને પતિતપાવની માં ગંગા મનુષ્યના પાપ ધોનારી માનવામાં આવે છે. આ સાથે જ કહેવાય છે કે વિષ્ણુપુરાણમાં લખ્યું છે કે ગંગા માં નું નામ લેવા, સાંભળવા ,જોવા ,જળ ગ્રહણ કરવા, સ્પર્શ અને ગંગા નદીમાં સ્નાન કરવાથી વ્યક્તિના કેટલાય જન્મોના પાપ ધોવાઇ જાય છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણએ સ્વયમ નદીઓમાં ગંગા નદીને શ્રેષ્ઠ કહી છે તેમજ જેઠ મહિનાની શુક્લ પક્ષની દશમ ની તિથિ ગંગા દશેરાના રૂપમાં ઉજવવામાં આવે છે.

આ સાથે હિન્દુ ધર્મ મુજબ પૌરાણિક માન્યતાઓ અનુસાર ગંગાને ત્રિલોક પથ ગામીની કહેવામાં આવે છે તેમજ ગંગા માં ત્રણે લોકમાં ઉપસ્થિત છે. કહેવાય છે કે સ્વર્ગમાં ગંગા નદીને મંદાકિની અને પાતાળમાં ભાગીરથી કહેવામાં આવે છે તેમજ રાજા ભગીરથના કઠોર તપથી ગંગા માં ધરતી ઉપર આવ્યા હતા. આ સાથે જ ગંગા નદીના કિનારા ઉપર મહર્ષિ વાલ્મીકિએ રામાયણની રચના કરી હતી અને દુનિયામાં ફક્ત ગંગા જ એકમાત્ર નદી છે જેને માતા કહીને બોલાવવામાં આવે છે. તેમજ એ પણ માન્યતા છે કે જો મૃત્યુ સમયે કોઈને ગંગાજળ પિવડાવવામાં આવે તો મરનાર વ્યક્તિ ને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

કહેવાય છે કે હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્યોમાં ગંગાજળનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે તેમજ ગંગામાં નો જન્મ શ્રી હરિ વિષ્ણુ ના ચરણકમળમાં થી થયો છે.એવી માન્યતા છે કે ભગવાન શ્રીહરિ વિષ્ણુના ચરણ ગુલાબી કમળ રૂપમાં છે તે જ કારણ છે કે ગંગા નો રંગ પણ ગુલાબી માનવામાં આવે છે. તેમજ ગંગા મા નો ઉલ્લેખ સૌથી પવિત્ર ગ્રંથ ઋગ્વેદમાં પણ મળી આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *