આ પ્રખ્યાત સદવિદ્યાના સ્થાને મળી અઢળક વિદેશી દારૂની બોટલો, જાણી તમે…

તમે બધા જાણતા હશો કે ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી દારૂબંધી છે. જેના કારણે ગુજરાતમાં દારૂ લાવવા અને પીવા પર કડક રીતે પ્રતિબંધ છે. અને જેના કારણે લોકો સુરક્ષા અને સલામતી અનુભવી શકે છે. તેમ છતાં ઘણી જગ્યા પર છુપી રીતે દારૂ લઇ જઈને બિનકાયદેસર રીતે પિતા પકડાઈ જાય છે. તો એવી જ એક ઘટના સામે આવી છે.

અસારવા સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી બી.જે. મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલના ધાબા પરથી 20 થી પણ વધુ વિદેશી દારૂની બોટલ મળી આવી છે. પીજી હોસ્ટેલના ધાબા પર દારૂની બોટલો અંગે શાહીબાગ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. શાહીબાગ પીઆઈ એ.કે પટેલે જણાવ્યું હતું કે ધાબા પરથી દારૂની બોટલો મળી આવી છે. જે મામલે તપાસ કરવામાં આવશે.

કેટલાતો વીડિયો વાઈરલ થયા

શહેરની જાણીતી બી.જે. મેડીકલ કોલેજની પીજી હોસ્ટેલમાં રહી મેડિકલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે હોસ્ટેલના ધાબા પર અનેક દારૂની બોટલો હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેના પગલે હોસ્પિટલના સત્તાવાળાઓ દોડતા થઈ ગયા છે. આ મામલે શાહીબાગ પોલીસ પણ તપાસમાં લાગી ગઈ છે. હોસ્ટેલના ધાબા પર દારૂની મહેફિલ યોજાતી હોય તેવું મનાઈ રહ્યું છે.

હજુ તો સી.સી.ટી.વી. ફૂટેજ પણ ચકાસશે

દારૂની બોટલો મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જેમાં હોસ્ટેલના સીસીટીવી કેમેરાના ફુટેજની તપાસ કરવામાં આવશે. દારૂની બોટલો મળી આવવાને લઈ બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં સવારથી જ ભારે ચર્ચા જાગી છે. આ મામલે હોસ્ટેલમાં રહેતા મેડીકલના વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: