ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીની કાર પર હુમલો : અજાણ્યા વ્યક્તિ એ કર્યો હુંમલો

Former chairman of Gadha Gopinathji Temple, SP Swamy's car attacked: unknown person did so

Published on: 6:22 pm, Mon, 14 October 19

ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીની કાર પર હુમલો થયો છે. અજાણ્યા શખ્સોએ કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા. એસ.પી.સ્વામી તેમની કાર લઈને મંદિરેથી બોટાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે હુમલો થયો હતો. આ બનાવ અગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

મંદિરના પૂર્વ બોર્ડ સલાહકાર અને આચાર્ય પક્ષના એસ.પી. સ્વામીની બોટાદ જઈ રહ્યાં હતા ત્યારે મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે બે શખ્સોએ ગાડી પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોરો એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા અને બાઈક લઈને સ્વામીનો પીછો પણ કર્યો હતો. બનાવ બાદ એસ.પી.સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા.

ગાડીના ડ્રાઈવરે જણાવ્યું કે, અમે બહાર ગામ જવા માટે મંદિર બહાર નીકળી રહ્યા હતા. મારી સાથે એસ.પી. સ્વામી અને પ્રકાશ ભગત હતા. ગેટની બહાર નીકળતા જ એક વ્યક્તિએ કાચના આગળના ભાગમાં પાઇપનો ઘા કર્યો હતો અને તે પછી કારની પાછળનો ભાગ તોડ્યો હતો. બંન્ને હુમલાખોરોએ બાઈક લઈને કારનો પીછો પણ કર્યો હતો અને બંન્ને બૂમો મારતા હતા કે, ગાડી ઊભી રાખ અને સ્વામીજીને નીચે ઊતારો.

ઉલ્લેખનીય છે કે, ગઢડા ગોપીનાથજી મંદિરનો વિવાદ વારંવાર સામે આવી રહ્યો છે જે બાદ આજે સ્વામીની કાર પર હુમલાની ઘટના સામે આવી છે. થોડા દિવસો પૂર્વે પણ મંદિરને લઈને ઘણા વિવાદો સામે આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.