અમિત શાહ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ બન્યા કોરોનાનો શિકાર

Published on Trishul News at 2:15 PM, Mon, 10 August 2020

Last modified on August 10th, 2020 at 2:15 PM

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં સતત વધતી જઈ રહી છે. ભારતમાં પણ આ મહામારીનો ઘણાં લોકો ભોગ બની ચુક્યા છે. પ્રસિદ્ધિ પામેલ તેમજ ઘણાં પ્રખ્યાત લોકોને પણ કોરોનાનો રોગ ભરખી ચુક્યો છે. હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને પણ કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. સોમવારનાં રોજ બપોરનાં સમયે પ્રણવ મુખર્જીએ પોતે જ ટ્વિટ કરીને આ અંગેની જાણ પણ કરી છે. પ્રણવ મુખર્જીએ ટ્વિટમાં જણાવતાં લખ્યું છે, કે અંતિમ કુલ 7 દિવસમાં જે લોકો મારા સંપર્કમાં આવેલા છે. હું એમને એક અપીલ કરું છું, કે તેઓ બધાં લોકો પોતાનો ટેસ્ટ કરાવે તથા આઈસોલેટ પણ થઈ જાય.

પ્રણવ મુખર્જીની કુલ ઉંમર 84 વર્ષની રહેલી છે. ઉંમર વધુ હોવાને લીધે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ કોંગ્રેસ નેતા રહી ચૂકેલ પ્રણવ મુખર્જી વર્ષ 2012-2017ની વચ્ચે દેશનાં રાષ્ટ્રપતિ પણ રહ્યાં છે. વર્ષ 2019માં જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

આ મહામારી સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે તેમજ અત્યાર સુધીમાં ઘણાં VVIP લોકો પણ આ મહામારીનો ભોગ બનેલા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ થોડા દિવસ પહેલાં જ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારપછી એમને મેદાંતા હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યા હતાં.

ગૃહમંત્રી અમિત શાહની સિવાય અર્જુન મેઘવાલ તથા બીજાં ઘણાં કેન્દ્રીય મંત્રીનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે. આની સિવાય કેટલીક રાજ્ય સરકારોનાં મંત્રીઓ પણ આ વાઈરસથી સંક્રમિત થયેલાં છે. થોડા દિવસ પહેલાં જ CM શિવરાજ સિંહ ચૌહાણને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઘણાં સમય સુધી હોસ્પિટલમાં રહ્યાં બાદ એમને રજા પણ મળી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Be the first to comment on "અમિત શાહ બાદ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ બન્યા કોરોનાનો શિકાર"

Leave a comment

Your email address will not be published.


*